શોધખોળ કરો
IPL દરમિયાન ધોનીને આ એક્ટ્રેસે આપી ખુલી ધમકી! કહ્યું- ઝીવાને કરી શકું છું કિડનેપ
કિંગ્સ ઇલેવન પંજાબની કો ઓનર અને બોલિવુડ એક્ટ્રેસ પ્રિટી ઝિન્ટાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે તે ધોનીની મોટી પ્રશંસક છે પણ હવે તેનો પ્રેમ ઝીવાને લઈને વધી રહ્યો છે.

નવી દિલ્હીઃ આઈપીએલ 2019માં પ્રીતિ ઝિંટાની ટીમ પંજાબ પ્લેઓફ સુધી પહોંચી શકી નથી જ્યારે ધોનીની ચેન્નાઈ આ વખતે પણ ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર છે. હાર જીતના આ મિશ્ર અનુભવની વચ્ચે બોલિવૂડ એક્ટ્રેસે ચેન્નઈના કેપ્ટન ધોનીને ધમકી આપી છે.
કિંગ્સ ઇલેવન પંજાબની કો ઓનર અને બોલિવુડ એક્ટ્રેસ પ્રિટી ઝિન્ટાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે તે ધોનીની મોટી પ્રશંસક છે પણ હવે તેનો પ્રેમ ઝીવાને લઈને વધી રહ્યો છે.

પ્રિટી ઝિન્ટાએ લખ્યું છે કે કેપ્ટન કૂલના ઘણા પ્રશંસકો છે અને તેમાં હું પણ સામેલ છું. જોકે હાલના દિવસોમાં મારી વફાદારી તેની નાની પુત્રી ઝીવા તરફ વધતી જઈ રહી છે. હું તેને સાવધાન રહેવા માટે કહું છું. બની શકે તે હું તેને કિડનેપ કરી લઉ. મિત્રો હવે તમારો વારો છે આ ફોટોને કેપ્શન આપો. પ્રિટી ઝિન્ટા આ પહેલા પણ ધોનીની પ્રશંસા કરી ચૂકી છે. જ્યારે ધોની તેની ટીમ પંજાબ સામે રન બનાવી રહ્યો હતો ત્યારે પણ પ્રિટી તાળીઓ વગાડતી જોવા મળતી હતી.Captain cool has many fans including me, but off-late my loyalties are shifting to his little munchkin Ziva. Here I’m telling him to be careful - I may just kidnap her 😜 Now it's time for you guys to Caption THIS photo...#Ting pic.twitter.com/bD1ADSXopc
— Preity G Zinta (@realpreityzinta) May 7, 2019
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ક્રાઇમ
દેશ
અમદાવાદ
Advertisement