શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રોહિત શર્માની જગ્યાએ આ સ્ટાર ખેલાડી કરશે ઓપનિંગ, કેપ્ટન કોહલીએ કરી જાહેરાત
ભારતે પાંચ મેચોની ટી-20 સીરિઝમાં ન્યૂઝીલેન્ડને 5-0 થી હરાવ્યું છે. હવે બંને ટીમો ત્રણ મેચની વનડે સીરીઝ રમશે અને ત્યારબાદ બે મેચની ટેસ્ટ સીરીઝ રમાશે.
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ બુધવારે 5 ફેબ્રુઆરીના રોજ ભારતીય ટીમ પ્રથમ વનડે ઇન્ટરનશનલ મેચમાં ઉતરશે. તેમાં પહેલા ભારતીય ટીમમને મોટો ઝાટકો રોહિત શર્માના રૂપમાં લાગ્યો છે જે હવે વનડે જ નહીં ટેસ્ટ સીરીઝમાં પણ ઈજાને કારણે નહીં રહે. ત્યારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એ વાતની પુષ્ટિ કરી દીધી છે કે રોહિતની જગ્યાએ ભારતની ઇનિંગની શરૂઆત કોણ કરશે.
પ્રથમ વનડે મેચથી ઠીક પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, પૃથ્વી શો ઓપનિંગ કરશે. એવામાં સ્પષ્ટ છે કે, પૃથ્વી શો વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરશે. બીજી બાજુ રોહિત શર્માની જગ્યાએ રિપ્લેસમેન્ટ તરીકે ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ 3 મેચની વનડે સીરીઝમાં હાલમાં પૃથ્વી શો કદાચ મયંક અગ્રવાલની સાથે ભારત માટે ઓપનિંગ કરતા જોવા મળશે.
ભારતે પાંચ મેચોની ટી-20 સીરિઝમાં ન્યૂઝીલેન્ડને 5-0 થી હરાવ્યું છે. હવે બંને ટીમો ત્રણ મેચની વનડે સીરીઝ રમશે અને ત્યારબાદ બે મેચની ટેસ્ટ સીરીઝ રમાશે. ટીસ્ટ સીરીઝ માટેની ટીમની જાહેરાત મંગળવારે થશે. ઇજાગ્રસ્ત થવાના કારણે રોહિત ટેસ્ટ સીરીઝમાં પણ નહીં રમે. તેની જગ્યાએ પૃથ્વી શૉને ટીમમાં જગ્યા મળી છે.
ટીમમાં ફાસ્ટ બૉલર ઈશાંત શર્માને પણ જગ્યા મળી છે, પરંતુ તે રમશે કે નહીં તે તેની ફિટનેસ પર આધારિત છે. ઈશાંતને દિલ્હીમાં રણાજી મેચ દરમિયાન વાગ્યું હતું. ટેસ્ટ ટીમમાં ફસ્ટ બૉલર નવદીપ સૈનીને પણ જગ્યા મળી છે. તો ન્યૂઝીલેન્ડ એ સામે જબરદસ્ત ડબલ સેન્ચ્યૂરી મારનાર શુભમન ગિલને પણ ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion