શોધખોળ કરો
Pro Kabaddi 2019: ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સે યૂપી યોદ્ધાને 44-19 થી હરાવ્યું
ગુજરાત તરફથી રોહિત ગુલિતાએ શાનદાર રેડિંગ કરતા સુપર 10 રેડ પૂરી કરી. જ્યારે ડિફેન્ડર પરવેશ ભેસવાલે 5 હાઈ બનાવ્યા હતા.

હૈદરાબાદ: પ્રો કબડ્ડી લીગના દસમાં દિવસે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સને યુપી યોદ્ધાને 44-19 થી હરાવ્યું હતું. ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સે આ સીઝનમાં સતત બીજી જીત હાંસલ કરી છે. જ્યારે યૂપી યોદ્ધાની ટીમ હજુ સુધી જીતનું ખાતું ખોલાવી શકી નથી. આ મેચમાં ગુજરાતના ખેલાડીઓએ પોતાના શાનદાર ખેલથી મેચને એકતરફી બનાવી લીધી હતી. ગુજરાત તરફથી રોહિત ગુલિતાએ શાનદાર રેડિંગ કરતા સુપર 10 રેડ પૂરી કરી. જ્યારે ડિફેન્ડર પરવેશ ભેસવાલે 5 હાઈ બનાવ્યા હતા. જો કે આ મેચમાં યૂપીના કેપ્ટન નિતેશ કુમારે પીકેએલમાં સૌથી ઝડપી 150 ટેકલ પોઈન્ટ પૂરા કર્યા હતા. 150 પોઈન્ટ માટે નિતેશ માત્ર 46 મુકાબલા રમ્યા છે.
આજની મેચ જીત્યા બાદ ગુજરાતના બે મેચમાં 10 પોઈન્ટ થઈ ગયા છે. ગુજરાતે મેચના પ્રથમ હાફમાં લીડ બનાવી રાખી હતી. જેને તેમણે અંત સુધી જીત સાથે ખતમ કરી. આજની મેચ પહેલા બંગાળ વોરિયર્સે પણ યૂપી યોદ્ધાને હાર આપી હતી.અત્યાર સુધી યુપીના ખાતામાં એક પણ પોઈન્ટ નથી..@Fortunegiants began from where they left off to completely dominate @UpYoddha! 🙌 Keep watching Star Sports and Hotstar as the #VIVOProKabaddi action continues in #HYDvPAT! #IsseToughKuchNahi #UPvGUJ pic.twitter.com/wHbzsu6uRa
— ProKabaddi (@ProKabaddi) July 26, 2019
વધુ વાંચો






















