(Source: ECI/ABP News/ABP Majha)
Pro Kabaddi League: તમામ ટીમોના અત્યાર સુધીના પ્રદર્શન પર એક નજર, જાણો કોણો રહ્યો દબદબો ને કોણ પછડાઇ..........
પ્રૉ કબડ્ડી લીગ સિઝન 8 માં તમામ ટીમો પોતાનો અડધો સફર પુરો કરી ચૂકી છે. કેટલીક ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યુ છે, અને સતત ટૉપ 6 માં જગ્યા બનાવી લીધી છે.
Pro Kabaddi League 2021-22: પ્રૉ કબડ્ડી લીગ સિઝન 8 માં તમામ ટીમો પોતાનો અડધો સફર પુરો કરી ચૂકી છે. કેટલીક ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યુ છે, અને સતત ટૉપ 6 માં જગ્યા બનાવી લીધી છે. તો વળી કેટલીક ટીમે હજુ પણ એકવાર પણ ટૉપ 6 માં જગ્યા બનાવવામાં સફળ નથી થઇ શકી. રેન્ડિંગમાં પવન સહરાવત (Pawan Sehrawat), મનિન્દર સિંહ (Maninder Singh) અને અર્જૂન દેશવાલ (Arjun Deshwal)એ સતત પોતાની ટીમો માટે પૉઇન્ટ મેળવ્યા છે. તો ડિફેન્સમાં જયદીપ (Jaideep), સાગર (Sagar), સુરજીત (Surjeet Singh) અને સૌરભ નાંદલ (Saurabh Nandal) રેડર્સ માટે ખતરો બન્યા છે. ચાલો આ સિઝનના અડધા સફર બાદ તમામ ટીમો પર નજર નાંખીએ........
દબંગ દિલ્હી અને બેંગ્લુરુ બુલ્સનો દબદબો યથાવત-
સતત 7 મેચો જીતનારી દબંગ દિલ્હી કેસી (Dabang Delhi KC) એ અત્યાર સુધી 12 મેચમાંથી 7 મેચો જીતી છે, અને આ ટીમો ક્યારેય પણ ટૉપ 4માંથી નીચે નથી ગઇ. બેગ્લુરું બુલ્સુ (Bengaluru Bulls) એ 14 મેચમાં 8 જીત હાંસલ કરી છે, અને ટીમ પહેલા સ્થાન પર છે. બુલ્સ આ સિઝનમાં સતત ટૉપ 4 ટીમો બની રહી છે. પટના પાયરેટ્સ (Patna Pirates) અને યુપી યૌદ્ધા (UP Yoddha)ની ટીમોએ વાપસી કરી છે, અને હવે તે સતત પ્લેઓફ્સની રેસમાં બનેલી છે, પટનાએ 11માંથી 7 મેચોમાં જીતી છે, તો યૌદ્ધાએ 13માંથી 5 મેચ જીતી છે.
સ્ટીલર્સ અને જયપુરની વાપસી-
હરિયાણા સ્ટીલર્સ (Haryana Steelers)એ પણ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે, અને તે પણ પ્લેઓફની રેસમાં બનેલી છે. ટીમે 13માંથી 6 મેચોમાં જીત હાંસલ કરી છે, અને બે મેચો બરાબરી પર સમાપ્ત થઇ છે. સિઝન-1ની ચેમ્પીયન જયપુર પિન્ક પેન્થર્સ (Jaipur Pink Panthers)એ છેલ્લા કેટલીય મેચોમાં સારુ પ્રદર્શન કરી પ્લેઓફ્સની રેસમાં જગ્યા બનાવવા માટેની કોશિશ કરી છે. યુ મુમ્બા (U Mumba) અને બંગાળ વૉરિઅર્સ (Bengal Warriors)નુ પ્રદર્શન પણ આ સિઝન સામાન્ય રહ્યું છે. ટીમમાં કેટલાય દિગ્ગજ ખેલાડી છે, પરંતુ ટીમ લયમાં બરકરાર રહેવા માટે સફળ નથી થઇ. જોકે, બન્ને ટીમો પાસે પ્લેઓફમાં જગ્યા બનાવવા માટેનો મોકો હજુ પણ છે.
આ પણ વાંચો..........
Health Tips: ઓમિક્રોનથી બચાવશે આ શાકભાજી, ઇમ્યુનિટી પણ થશે મજબૂત, ડાયટમાં કરો સામેલ
અમેઝિંગ ટ્રિક્સઃ ચેટને મજેદાર બનાવવા Whatsappમાં કરી દો આ બે સેટિંગ, બદલાઇ જશે તમારુ એક્સપીરિયન્સ
Gmail Safety Tips: આ આસાન રીતે જાણો તમારુ Gmail હેક થયુ છે કે નહીં.............
ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, એક્ટિવ કેસનો આંકડો 134837 પર પહોંચ્યો
UPSC Recruitment 2022: UPSC માં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, તમે પણ બની શકો છો અધિકારી