શોધખોળ કરો
બોગસ ડીગ્રીના કારણે આ ભારતીય મહિલા ક્રિકેટર પરથી DSPની નોકરી છિનવાઈ, મળી શકે છે કોન્સ્ટેબલનું પદ

1/5

પંજાબના એક અધિકારીએ જણાવ્યું કે હાલના શૈક્ષિક યોગ્યતાના હિસાબથી એને ડીએસીપનો રેન્ક મળી શકે નહીં. પંજાબ પોલીસના નિયમ અનુસાર 12મું પાસ વ્યક્તિને ડીએસપી બનાવવાની પરવાનગી આપતું નથી.
2/5

જોઇનિંગ વખતે જે યૂનિવર્સિટીથી ગ્રેડ્યુએશનની ડિગ્રી મેળવી હતી તેને નકલી જાહેર કરવામાં આવી છે. આ અંગે પંજાબ સરકારે હરમનપ્રીતને પત્ર લખી જણાવ્યું કે તેનું ક્વોલિફિકેશન માત્ર 12માં સુધી જ માન્ય છે, એવામાં તેમને કોન્સ્ટેબલની નોકરી મળી શકે છે.
3/5

જો પંજાબ પોલિસ હરમનપ્રીત વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કરે છે તો તેની પાસેથી અર્જુન એવોર્ડ પણ છીનવાઇ શકે છે. જો કે આ માટે મામલે પંજાબ સરકાર તરફથી હજુ કંઇ કહેવામાં આવ્યું નથી.
4/5

નવી દિલ્હી: પંજાબ સરકારે ડિગ્રી વિવાદને લઈને મહિલા ટી-20 ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પર મોટી કાર્યવાહી કરતા તેની પાસેથી ડીએસપીનો રેન્ક છીનવી લીધો છે. તપાસમાં હરમનપ્રીતની સ્નાતકની ડિગ્રી બોગસ નિકળી છે. જેને લઈને સરકારે આ નિર્ણય લીધો છે. હરમનપ્રીતે આ વર્ષેજ 1 માર્ચે ડીએસપીનું પદ મેળ્યું હતું. સૂત્રો પ્રમાણે હવે તેને કોન્સ્ટેબલની નોકરી મળી શકે.
5/5

પંજાબના મોગામાં રહેનારી ક્રિકેટર હરમનપ્રીતને ગત માર્ચમાં ખુદ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે અને પોલિસ મહાનિદેશક સુરેશ અરોડાએ એક કાર્યક્રમમાં રાજ્ય પોલીસમાં ડીએસપી પદ પર જોઈન કરાવ્યું હતું. પરંતુ જોઇનિંગ વખતે જે યૂનિવર્સિટીથી ગ્રેડ્યુએશનની ડિગ્રી મેળવી હતી તેને નકલી જાહેર કરવામાં આવી છે.
Published at : 10 Jul 2018 11:48 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
