સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, રાહુલ દ્રવિડને બેટિંગ સલાહકાર બનવા માટે કહેવામાં આવ્યું હતું અને તે આ માટે તૈયાર પણ હતો. આ પછી દ્રવિડે રવિ શાસ્ત્રી સાથે વાતચીત કરી હતી અને પછી શું થયું તે મને ખબર નથી. રાહુલ દ્રવિડ બેટિંગ સલાહકાર કેમ ન બની શક્યો તે કહેવું મુશ્કેલ છે પણ જો રવિ શાસ્ત્રીને ટીમને સુધારવા માટે જે જવાબદારીઓ આપવામાં આવી છે તે તેમણે આ કામ કરવું પડશે.
2/3
ઉલ્લેખનીય છે કે રવિ શાસ્ત્રીએ હેડ કોચ બન્યા પહેવા ટીમ ઇન્ડિયાને વિદેશમાં જીતાડવાનો દાવો કર્યો હતો પણ તે સફળ રહ્યા નથી. શાસ્ત્રીની કોચિંગમાં ટીમ ઇન્ડિયાએ મોટી શ્રેણી ગુમાવી છે.
3/3
નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરભ ગાંગુલીએ ફરી એક વખત રવિ સાસ્ત્રી પર પ્રહાર કર્યા છે. સાથે જ તેણે ઇંગ્લેન્ડ પ્રવાસ પર મળેલી હાર માટે પણ કોચ રવિ શાસ્ત્રીને જવાબદાર ગણાવ્યા છે. બીજા બુજા ગાંગુલીએ એક મોટો ખુલાસો કર્યો છે જેના વિશે જાણીને તમે ચોંકી જશો. ગાંગુલીએ કહ્યું કે, જ્યારે રવિ શાસ્ત્રીને મુખ્ય કોચ બનાવવામાં આવ્યા ત્યારે રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાના બેટિંગ સલાહકાર બનવા માટે તૈયાર હતા. પરંતુ રવિ શાસ્ત્રી સાથે વાત કર્યા બાદ તેમણે સલાહકાર બનવાની ના પાડી દીધી હતી.