શોધખોળ કરો
Advertisement
INDvAUS: ધોનીએ બનાવ્યો મોટો રેકોર્ડ, રોહિત-સચિનને રાખ્યા પાછળ
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા આપેલો 237 રનનો લક્ષ્યાંક ટીમ ઈન્ડિયાએ 48.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારતની જીતમાં ધોની અને કેદાર જાધવનું મુખ્ય યોગદાન હતું. બંનેએ પાંચમી વિકેટ માટે અણનમ 141 રનની ભાગીદારી કરી હતી. ધોની 59 રન અને કેદાર જાધવ 81 રને અણનમ રહ્યા હતા. જાધવે કરિયરની પાંચમી અડધી સદી પણ પૂરી કરી હતી. ધોનીએ 71મી અડધી સદી ફટકારી હતી.
આ દરમિયાન ધોનીએ મોટો રેકોર્ડ બનાવ્યો હતો. ધોનીએ આજની 59 રનની નોટઆઉટ ઈનિંગ દરમિયાન છ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. એક સિક્સના કારણે ધોની વન ડેમાં ભારત તરફથી સૌથી વધારે સિક્સ મારનારો ખેલાડી બની ગયો છે. ધોનીએ આજની ઈનિંગમાં સિક્સ મારવાની સાથે જ 216 સિક્સ સાથે પ્રથમ નંબરે પહોંચી ગયો છે.
રોહિત શર્મા 215 સિક્સ સાથે બીજા, ક્રિકેટનો ભગવાન ગણાતો સચિન તેંડુલકર 195 સિક્સ સાથે ત્રીજા, સૌરવ ગાંગુલી 189 સિક્સ સાથે ચોથા, 153 સિક્સ સાથે યુવરાજ સિંહ પાંચમા નંબર પર છે.
વાંચોઃ INDvAUS: ભારતનો 6 વિકેટથી વિજય, કેદાર જાધવના અણનમ 81 રન, ટીમ ઈન્ડિયા 1-0થી આગળ
MS Dhoni finishes it off in style. Kedar Jadhav (81*) and MS Dhoni (59*) hit half-centuries as #TeamIndia win by 6 wickets and take a 1-0 lead in the 5 match ODI series #INDvAUS pic.twitter.com/HHA7FfEDjZ
— BCCI (@BCCI) March 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement