શોધખોળ કરો

Cricket: હવે ક્રિકેટમાં પણ લાગુ થશે રેડ કાર્ડ નિમય, શું તમે જાણો છો Red Card વિશે ?

નિયમ અનુસાર, જો ફિલ્ડિંગ ટીમ નિર્ધારિત સમય કરતાં પાછળ રહે છે, તો 20મી ઓવરની શરૂઆતમાં એક ફિલ્ડરને મેદાનમાંથી દૂર કરવામાં આવશે

Red Card Rule In Caribbean Premier League: બહુ જલદી ક્રિકેટની દુનિયામાં પણ નવા નવા નિયમોની શરૂઆત થવા જઇ રહી છે, છેલ્લા કેટલાય વર્ષોથી ક્રિકેટની રમત અને નિયમોમાં ધરખમ ફેરફાર જોવા મળ્યો છે, હવે એક નવા નિયમની ચર્ચા છે. ફૂટબૉલ મેચમાં ખેલાડીઓને રેડ કાર્ડ આપવામાં આવે છે, પરંતુ હવે ક્રિકેટમાં પણ રેડ કાર્ડનો ઉપયોગ થશે. કેરેબિયન પ્રીમિયર લીગ દ્વારા રેડ કાર્ડનો નિયમ લાગૂ કરવામાં આવશે. ગયા શુક્રવારે લીગના આયોજકો દ્વારા રેડ કાર્ડના નિયમ અંગે જાહેરાત કરવામાં આવી હતી. આ નિયમનો ઉપયોગ સ્લૉ ઓવર રેટ માટે કરવામાં આવશે.

નિયમ અનુસાર, જો ફિલ્ડિંગ ટીમ નિર્ધારિત સમય કરતાં પાછળ રહે છે, તો 20મી ઓવરની શરૂઆતમાં એક ફિલ્ડરને મેદાનમાંથી દૂર કરવામાં આવશે. ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર જોવા મળશે. કેરેબિયન પ્રીમિયર લીગના ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સ માઈકલ હૉલે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, "અમે નિરાશ છીએ કે અમારી ટી20 ક્રિકેટ ગેમ વર્ષ-દર-વર્ષે લાંબી થઈ રહી છે, અને અમે આને રોકવા માટે જે કંઈ કરી શકીએ તે કરવા માંગીએ છીએ."

તેમને વધુમાં કહ્યું કે, “ક્રિકેટ સાથે સંકળાયેલા લોકોની ફરજ છે કે તે નક્કી કરે કે રમત સતત આગળ વધે અને અમે ટૂર્નામેન્ટ પહેલા આ ફરજ વિશે ફ્રેન્ચાઇઝી અને અમારા મેચ અધિકારીઓ બંનેને સંવેદનશીલ બનાવ્યા છે. અમારી અપેક્ષા છે કે ઇન-ગેમ દંડની ખાતરી આપવામાં આવતી નથી, પરંતુ અમે માનીએ છીએ કે તે પ્રમાણસર અને જરૂરી છે."

શું છે રેડ કાર્ડ નિયમ ? 
CPL આયોજકોના નિયમો અનુસાર, જો 18મી ઇનિંગની શરૂઆતમાં ફિલ્ડિંગ ટીમ જરૂરી ઓવર-રેટથી પાછળ રહે છે, તો એક વધારાનો ખેલાડી 30-યાર્ડના વર્તુળમાં જશે. આ રીતે વર્તુળમાં પાંચ ખેલાડીઓ હશે.

આ પછી, જો 19મી ઓવરની શરૂઆતમાં ફિલ્ડિંગ ટીમ હજુ પણ જરૂરી ઓવર-રેટથી પાછળ છે, તો બે ખેલાડીઓ 30-યાર્ડ વર્તુળની અંદર જશે. હવે કુલ 6 ખેલાડીઓ 30 યાર્ડ સર્કલમાં હશે.

આ પછી, જો 20મી ઓવરની શરૂઆતમાં પણ ફિલ્ડિંગ ટીમ ફરી એકવાર જરૂરી ઓવર રેટથી પાછળ રહે છે, તો ટીમને એક ફિલ્ડર ગુમાવવો પડશે એટલે કે એક ખેલાડી મેદાનની બહાર જશે. કેપ્ટન બહાર જવા માટે ખેલાડીની પસંદગી કરશે. સાથે જ સર્કલની અંદર માત્ર 6 ખેલાડીઓ જ હાજર રહેશે.

સાથે જ બેટિંગ પર પણ રમતને ચાલુ રાખવાની જવાબદારી રહેશે. એમ્પાયરોની પ્રથમ અને છેલ્લી ચેતવણી પછી, બેટિંગ ટીમને સમય બગાડવા બદલ પાંચ રનનો દંડ ફટકારવામાં આવશે.

શું છે ટી20નું ટાઇમિંગ ?
ટી20 મેચમાં એક ઇનિંગ માટે કુલ 85 મિનિટ ઉપલબ્ધ હોય છે. ઇનિંગ્સની 17મી ઓવર 72 મિનિટ અને 15 સેકન્ડમાં, 18મી ઓવર 76 મિનિટ અને 30 સેકન્ડમાં અને 19મી ઓવર 80 મિનિટ અને 45 સેકન્ડમાં પૂરી થવી જોઈએ. થર્ડ અમ્પાયર સમયનું ધ્યાન રાખશે અને ટીમના કેપ્ટનને ફિલ્ડ એમ્પાયર દ્વારા જાણ કરવામાં આવશે. ઓવર પૂરી થયા પછી ટીવી દર્શકો અને ભીડને પણ સમય વિશે જણાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કેરેબિયન પ્રીમિયર લીગ 2023 આગામી 17 ઓગસ્ટથી શરૂ થશે અને પ્રથમ મેચ જમૈકા તલ્લાવાહ અને સેન્ટ લુસિયા વચ્ચે રમાશે. આ ઉપરાંત મહિલા ટૂર્નામેન્ટ 31 ઓગસ્ટથી શરૂ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.