Republic Day Award 2022: ઓલિમ્પિશિયન નીરજ ચોપરા અને પ્રમોદ ભગતને પદ્મશ્રીથી કરાશે સન્માનિત
ભારત સરકાર દ્વારા આજે પદ્મ એવોર્ડની જાહેરાત કરી છે. લિમ્પિશિયન નીરજ ચોપરા અને પ્રમોદ ભગતને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવશે.
નવી દિલ્લીઃ ભારત સરકાર દ્વારા આજે પદ્મ એવોર્ડની જાહેરાત કરી છે. અલગ અલગ ક્ષેત્રમાં પ્રદાન કરનાર મહાનુભાવોને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, ત્યારે ઓલિમ્પિશિયન નીરજ ચોપરા અને પ્રમોદ ભગતને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવશે. વંદના કટારિયા અને સિંગર સોનુ નિગમને પણ પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવશે.
Microsoft CEO Satya Nadella, Alphabet CEO Sundar Pichai, SII MD Cyrus Poonawalla to be conferred with Padma Bhushan
— ANI (@ANI) January 25, 2022
Olympians Neeraj Chopra, Pramod Bhagat & Vandana Kataria, and singer Sonu Nigam to be awarded Padma Shri pic.twitter.com/J5K9aX9Qxz
આ સાથે માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલા, આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઇ, એસઆઇઆઇના એમડી સાયરલ પૂનાવાલાને પણ પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. સીડીએસ જનરલ બિપિન રાવદને પદ્મ વિભૂષણ(મરોણોપરાંત)થી સન્માનિત કરાશે જ્યારે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણ અપાશે.
ગુજરાતમાંતી સ્વામી સચ્ચિદાનંદને સાહિત્ય અને શિક્ષણમાં પ્રદાન માટે પદ્મ ભૂષણ એવોર્ડ અપાશે. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રૈ સ્વામી સચ્ચીદાનંદને પદ્મ ભુષણ એવોર્ડ મળ્યો છે. ડો. લતા દેસાઈને મેડિસિનમાં પદ્મશ્રી એવોર્ડ, માલજી દેસાઈને જાહેર પબ્લિક અફેર્સમાં એવોર્ડ, ખલીલ ધનતેજવીને સાહિત્ય અને શિક્ષણમાં મરણોત્તરણ પદ્મશ્રી એવોર્ડ, સવજી ધોળકીયાને સોશ્યલ વર્ક ક્ષેત્રે અપાયો પદ્મશ્રી એવોર્ડ અને રમીલા બેન ગામિતને સામાજીક ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે. જે એમ વ્યાસને વિજ્ઞાન અને ઈજનેર ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ અપાશે.
Republic Day 2022 : મુખ્યમંત્રી પહોંચ્યા ગીર સોમનાથ, ભુપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવને શિશ ઝુકાવ્યું
ગીર સોમનાથઃ સી.એમ ભુપેન્દ્ર પટેલ સોમનાથ મહાદેવને શિશ ઝુકાવી નવા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે. સર્કિટ હાઉસ ખાતે માછીમાર સમુદાયના આગેવાનોને મળ્યા. માછીમારો દ્વારા જુદા જુદા મુદ્દે રજુઆત સાથે આવેદનપત્ર આપ્યું. મુખ્યમંત્રી ભાજપના સંગઠનના પદાધિકારીઓ અને હોદેદારો સાથે બેઠક યોજી. પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી ગીર સોમનાથમાં થવાની છે, ત્યારે ઉજવણીની પૂર્વ સંધ્યાએ વેરાવળ સોમનાથ નગર રોસોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.
નોંધનીય છે કે, 26 જાન્યુઆરીના ગીર સોમનાથ ખાતેની ઉજવણીના કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર નહિ રહે. રાજ્યપાલ કોરન્ટાઈન હોવાના કારણે 26 જાન્યુઆરીના કાર્યક્રમમાં હાજર નહિ રહે. રાજ્યપાલની જગ્યાએ મુખ્યમંત્રી 26મી જાન્યુઆરીનું ધ્વજ વંદન કરશે. સામાન્ય રીતે 26 જાન્યુઆરીએ રાજ્યપાલના હસ્તે ધ્વજ વંદન કરાતું હોય છે. જો કે રાજ્યપાલ કોરોના સંક્રમિત હોવા અંગે રાજભવન તરફથી કોઈ સ્પષ્ટતા નહીં.
સોમનાથ ખાતે રાજયકક્ષાના ૭૩માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. ૧૮ પ્લાટુન મુખ્યમંત્રીને સલામી આપશે. સુરક્ષા વિભાગની વિવિધ પાંખો દ્વારા ૧૮ પ્લાટુન બનાવીને ભવ્ય પરેડનું આયોજન કરાયું છે. ધ્વજવંદન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુલ્લી જીપ્સીમાં પરેડ નિરીક્ષણ કરશે.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોરોના નિયમનું ચુસ્ત પાલન કરવું પડશે, જેમાં નેવીના કમાન્ડો, સમગ્ર રાજ્યભરની વિવિધ જિલ્લાની પોલીસ પ્લાટુન, મહિલા પોલીસ પ્લાટુન, શ્વાન દળ, અશ્વદળ, એન.એસ.એસ યુનિટ, તેમજ વિવિધ સુરક્ષાદળો જોડાશે. પોલીસ બેન્ડ પાર્ટી દ્વારા ધ્વજવંદન અને પરેડમાં ઉત્સાહ વર્ધક ધૂનો દ્વારા વાતાવરણની શોભામાં અભિવૃદ્ધિ કરાશે.