ધોની ક્યારે થશે આઇપીએલમાંથી રિટાયર, ક્યારે રમશે છેલ્લી મેચ, માહીએ ખુદ કર્યો પ્લાનનો ખુલાસો
આઇપીએલ 2021માં પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂકેલી ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમના કેપ્ટન માહીએ મંગળવારે કહ્યું કે ચેન્નાઇમાં તે ફેન્સની સામે પોતાની ફેયરવેલ મેચ રમશે.
ચેન્નાઇઃ વિશ્વ વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે શું આઇપીએલ 2021 તેની છેલ્લી IPL હશે? માહીએ પોતાના રિટાયરમેન્ટને લઇને એક મોટુ નિવેદન આપ્યુ છે. આઇપીએલ 2021માં પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂકેલી ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમના કેપ્ટન માહીએ મંગળવારે કહ્યું કે ચેન્નાઇમાં તે ફેન્સની સામે પોતાની ફેયરવેલ મેચ રમશે.
કાર્યક્રમમાં આપ્યુ મોટુ નિવેદન-
ઇન્ડિયન સિમેન્ટના એક કાર્યક્રમમાં મંગળવારે પોતાના રિટાયરમેન્ટને લઇને માહીએ એક મોટુ નિવેદન આપ્યુ છે. એમએસ ધોનીએ પોતાના ફેન્સની સાથે વાતચીત દરમિયાન પોતાના ફેરવેલ પર વાત કરતા કહ્યું કે જ્યારે તમે બધા લોકો મને જોવા આવશો ત્યારે મારી ફેરવેલ થશે, જેથી ફેન્સ મને વિદાય આપી શકે. હું આશા રાખુ છે કે હું મારી આઇપીએલની છેલ્લી મેચ ફેન્સની વચ્ચે ચેન્નાઇમાં રમુ.
ચેન્નાઇ સાથે છે ખાસ લગાવ-
મહેન્દ્ર સિંહ ધોનીને પોતાની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ચેન્નાઇથી ખુબ લગાવ છે, તે આ ટીમની શરૂઆતથી જ કેપ્ટન રહ્યો છે જેથી ચેન્નાઇની ટીમ પર આઇપીએલમાં બે વર્ષ માટે બેન લાગ્યો હતો, તે દરમિયાન ધોની પુણેની ટીમ માટે રમી રહ્યો હતો. ચેન્નાઇના લોકો ધોનીને બહુજ સન્માન અને પ્રેમ આપે છે. માહીનુ ચેન્નાઇમાં બહુજ મોટુ ફેન ફોલોઇંગ છે અને તેને અહીં બેસ્ટ લીડરનો દરજ્જો પણ આપવામાં આવે છે. માહીએ મંગળવારે કહ્યું કે ચેન્નાઇમાં તે ફેન્સની સામે પોતાની ફેયરવેલ મેચ રમશે.
2015માં લીધો હતો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ -
ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાને દરેક ફોર્મેટમાં વિશ્વ વિજેતા બનાવનારા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ, 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લીધા બાદથી તે ફક્ત આઇપીએલમાં જ રમતો દેખાઇ રહ્યો છે. ગયા વર્ષે કેટલાક એક્સપર્ટનુ માનવુ હતુ કે ધોનીની આ છેલ્લી આઇપીએલ હશે જોકે ધોનીએ આ વાતનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.