શોધખોળ કરો
આ ખેલાડીને કોલ કરવાથી બદલાયું રિષભ પંતનું નસીબ, ICCએ આપ્યું મોટું ઈનામ
1/3

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોન સાથેની ખાસ વાતચીતમાં શાસ્ત્રીએ ધોની અને પંત વિશે મોટો ખુલાસો કર્યો હતો. શાસ્ત્રીના મતે પંત ધોનીને પોતાનો હીરો માને છે. મને લાગે છે કે ટેસ્ટ શ્રેણી દરમિયાન તેણે બીજા અન્ય કરતા એમએસ ધોની સાથે વધારે વાતચીત કરી હતી. રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયા પ્રવાસે પંત રોજ ધોનીને ફોન કરતો હતો અને પોતાની રમતને લઈને સલાહ લેતો હતો. જેનો ફાયદો પંતને થયો હતો.
2/3

આ સફળતા પાછળ પંતની મહેનત તો છે જ. આ સિવાય તેની સફળતા પાછળ ધોનીનો પણ મોટો ફાળો છે. ક્રિકેટ એક્સપર્ટ જણાવે છે કે ધોનીએ પ્રેક્ટિસ સેશન દરમિયાન, મેચના સમયે, ટીમની બહાર હતો ત્યારે પણ પંતને પ્રોત્સાહન આપ્યું હતું. ધોનીએ પંતને તક આપવા માટે ઓસ્ટ્રેલિયા સામે ટી-20 શ્રેણીમાંથી પોતાનું નામ પાછુ ખેચી લીધું હતું. ટી-20 શ્રેણી રમ્યા પછી પંતે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 50થી વધારે એવરેજથી રન બનાવ્યા હતા. વિરાટ પછી સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો.
Published at : 23 Jan 2019 07:29 AM (IST)
View More



















