શોધખોળ કરો
Advertisement
ધવનની જગ્યાએ રિષભ પંતને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવા પર ICCએ આપ્યો આ જવાબ
આઈસીસીએ બુધવાર મોડી રાત્રે પંતને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. ઋષભ પંત હવે સત્તાવાર રીતે ટીમ ઇન્ડિયામાં સામેલ થઈ ગયો છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન શિખર ધવન વર્લ્ડકપ 2019માંથી બહાર થઈ ગયા છે. ડાબા હાથના અંગૂઠામાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વર્લ્ડકપના બીજા મેચમાં ધવનને ફ્રેક્ચર થયું હતું. જોકે, ટીમ ઈન્ડિયાની પાસે તેના વિકલ્પ તરીકે ઋષભ પંત છે. જેને ટીમમાં સામેલ કરવાને લઈ બીસીસીઆઈએ આઈસીસી પાસે મંજૂરી માંગી હતી. આઈસીસીએ બુધવાર મોડી રાત્રે પંતને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. ઋષભ પંત હવે સત્તાવાર રીતે ટીમ ઇન્ડિયામાં સામેલ થઈ ગયો છે.
બીસીસીઆઈએ પોતાની વેબસાઇટ પર તેની જાણકારી આપતાં લખ્યું કે, આઈસીસીએ આ વાતની પુષ્ટિ કરી દીધી છે કે તેમની ટૂર્નામેન્ટ ટેકનિકલ સમિતિએ આઈસીસી પુરુષ વિશ્વ કપ-2019માં પંતને ધવનના વિકલ્પ તરીકે મંજૂરી આપી દીધી છે. પંત બાકીની મેચોમાં ભારતીય ટીમનો ભાગ હશે.
ટીમમાંથી બહાર થતા ધવને ભાવુક મેસેજ પોસ્ટ કર્યો હતો. ધવને ટ્વિટ કરેલા વીડિયોમાં કહ્યું કે, હું એ વાત જણાવીને ખૂબ જ ભાવુક થઈ રહ્યો છું કે હું હવે આઈસીસી વર્લ્ડ કપ-2019માં નહીં રમી શકું. દુર્ભાગ્યવશ, મારા અંગૂઠો સમય પર ઠીક નથી થઈ શક્યો, પરંતુ જિંદગી ચાલતી રહેવી જોઈએ. મને મારી ટીમના સાથીઓ, ક્રિકેટ ફેનસ અને સમગ્ર દેશથી જે પ્રેમ અને સમર્થન મળ્યું તેનો હું ખૂબ આભારી છું. ધવને આગળ કહ્યું કે, ટીમના પ્લેયર શાનદાર રમી રહ્યા છે, અમે સારું કામ ચાલુ રાખીશું અને વિશ્વ કપ જીતીશું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion