શોધખોળ કરો
Advertisement
રિયાન પરાગે રચ્યો ઈતિહાસ, બન્યો IPLમાં અડધી સદી ફટકારનારો સૌથી યુવા બેટ્સમેન
રિયાને આ કારનામું 17 વર્ષ 175 દિવસની ઉંમરે કર્યું છે. પહેલા આ રેકોર્ડ સંયુક્ત રીતે સંજુ સેમસન અને પૃથ્વી શૉના નામે હતો.
નવી દિલ્હીઃ રાજસ્થાન રોયલ્સ માટે આઈપીએલ તરફથી રમી રહેલા આસામના 17 વર્ષીય બેટ્સમેને રિયાન પરાગે શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે ફિરોઝ શાહ કોટલા મેદાન પર ઈતિહાસ રચ્યો હતો. અત્યાર સુધી ટુર્નામેન્ટમાં પોતાની બેટિંગથી સારી છાપ છોડનારા રિયાને 49 બોલમાં 50 રન બનાવ્યા હાત. એક સમયે રાજસ્થાને 5.2 ઓવરમાં 30 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે રિયાને ધીરજભરી બેટિંગ કરીને ટીમને 115 રનના સન્માનજનક સ્કોર સુધી લઇ ગયો હતો અને તે ઇનિંગના છેલ્લા બોલર પર આઉટ થયો હતો.
રિયાને 47 બોલમાં અડધી સદી પૂરી કરવાની સાથે જ આઈપીએલ ઈતિહાસમાં સૌથી ઓછી વયે અડધી સદી ફટકારનારો બેટ્સમેન બની ગયો છે. રિયાને આ કારનામું 17 વર્ષ 175 દિવસની ઉંમરે કર્યું છે. પહેલા આ રેકોર્ડ સંયુક્ત રીતે સંજુ સેમસન અને પૃથ્વી શૉના નામે હતો. બંનેએ સંજોગવશાત 18 વર્ષ 169 દિવસે આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. સંજૂ સેમસને 2013માં અને પૃથ્વી શોએ 2018માં આ સિદ્ધી મેળવી હતી.
આ પહેલા પરાગ વર્તમાન સીઝનમાં બે વખત આ રેકોર્ડ તેના નામે કરવાથી ચુકી ગયો હતો. તેણે કેકેઆર સામે 47 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવયા મુંબઈ ઈન્ડિયન્સ સામે જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં 43 રનની ઇનિંગ રમી હતી. પરંતુ બંને વખત અડધી સદી ફટકારી શક્યો નહોતો.
આઈપીએલમાં સૌથી ઓછી ઉંમરમાં અડધી સદી ફટકારનારા ખેલાડી
ખેલાડી ટીમ ઉંમર વર્ષ
રિયાન પરાગ રાજસ્થાન 17 વર્ષ 175 દિવસ 2019
સંજૂ સેમસન રાજસ્થાન 18 વર્ષ 169 દિવસ 2013
પૃથ્વી શૉ રાજસ્થાન 18 વર્ષ 169 દિવસ 2018
રિષભ પંત દિલ્હી 18 વર્ષ 212 દિવસ 2016
શુભમન ગિલ કોલકાતા 18 વર્ષ 237 દિવસ 2018
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement