હિટમેન રોહિતના નિશાને પર હવે ટી20 વર્લ્ડનો 100 છગ્ગાનો રેકોર્ડ માત્ર 4 કદમ દુર છે, જ્યારે 200 ચોગ્ગાનો રેકોર્ડ માત્ર 1 કદમ જ દુર છે.
3/4
એટલે કે જો રોહિત શર્મા અંતિમ ટી20માં 4 છગ્ગા અને 1 છોગ્ગો ફટકારી દે છે, તો ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 છગ્ગા અને 200 ચોગ્ગા બનાવનારો દુનિયાનો બીજો, જ્યારે ભારતનો પહેલો બેટ્સમેન બની જશે. આ મામલે રોહિતથી આગળ માત્ર ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગપ્ટિલ છે, જેને 75 મેચોમાં 200 ચોગ્ગા અને 103 છગ્ગા ફટકાર્યા છે.
4/4
નવી દિલ્હીઃ આગામી 11 નવેમ્બરે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની સીરીઝી અંતિમ ટી20 મેચ ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવવાની છે. આ મેચમાં બધાની નજર હિટમેન રોહિત શર્માની બેટિંગ પર રહેશે, કેમકે હિટમેન અહીં એક ખાસ રેકોર્ડ બનાવી શકે છે. જે ચોગ્ગા અને છગ્ગાનો વર્લ્ડરેકોર્ડ છે.