શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રોહિત શર્માની વધુ એક સિદ્ધી, એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો બનાવ્યો રેકોર્ડ
રોહિત શર્મા એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ સિક્સ ફટકાર બેટ્સમેન બની ગયો છે. તેણે વેસ્ટ ઇન્ડિઝના શિમરોન હેટમાયરનો રેકોર્ડ તોડી દીધો છે.
રાંચી: ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્મા એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ સિક્સ ફટકાર બેટ્સમેન બની ગયો છે. દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી ત્રણ મેચોની સીરિઝમાં રોહિતે અત્યાર સુધી કુલ 19 સિક્સ ફટકારી ચુક્યો છે. તેણે વેસ્ટ ઇન્ડિઝના શિમરોન હેટમાયરના 15 સિક્સનો રેકોર્ડ તોડી દીધો છે. હેટમાયરે 2018માં બાંગ્લાદે સાથે રમાયેલી બે મેચની સીરિઝમાં 15 છગ્ગા ફટકાર્યા હતા.
દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી મેચની પ્રથમ ઇનિંગમાં શાનદાર બેટિંગ કરતા રોહિતે બેવડી સદી(212 રન) ફટકારી હતી. રોહિત શર્માની ટેસ્ટમાં આ પ્રથમ બેવડી સદી છે.
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રોહિત શર્મા 19 સિક્સ સાથે પ્રથમ ક્રમે છે. ઈંગ્લનેન્ડનો બેન સ્ટોક્સ 13 સિક્સ સાથે બીજા ક્રમે છે. જ્યારે ભારતના મયંક અગ્રવાલ અને રવીન્દ્ર જાડેજા સાત છગ્ગા સાથે સંયુક્ત રીતે ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત રોહિત શર્મા દ્વી પક્ષીય ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધારે સિક્સ મારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જયારે રોહિતે આ રેકોર્ડ તોડતા ચાલુ સીરિઝમાં સિક્સનો આંકડો 1 9પર પહોંચાડી દીધો છે.
રોહિતે સાઉથ આફ્રિકા સામે ત્રીજી ટેસ્ટમાં પ્રથમ દિવસે પોતાના કેરિયરની છઠ્ઠી સદી પૂરી કરી હતી. સાથે જ દક્ષિણ આફ્રિકા સાથેની આ સીરિઝમાં તેમની ત્રીજી સદી છે.
રોહિત શર્માએ સીરિઝમાં ફટકારી ત્રીજી સદી, ટેસ્ટમાં બે હજાર રન કર્યા પૂરા
IND v SA: રોહિત શર્માએ સદી ફટકારતાં જ લગાવી રેકોર્ડની વણઝાર, જાણો વિગતે
‘સુપરમેન’ બનીને આ વિકેટકીપરે પકડ્યો શાનદાર કેચ, વીડિયો થયો વાયરલ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion