શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાના ખેલાડીએ કહ્યું, રોહિત શર્મા મારી પત્ની નથી, જાણો બીજું શું કહ્યું
ધવને કહ્યું હતું કે રોહિત મારી પત્ની નથી કે હંમેશા તેની સાથે વાતો કરતો રહું. વાત કરવાથી શું થશે? રોહિત મારી પત્ની થોડો છે.
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ICC ઈવેન્ટ્સમાં શિખર ધવન ટીમ ઇન્ડિયા માટે સૌથી મહત્વપૂર્ણ ખેલાડી રહ્યો છે. તેણે દેશ માટે રમેલ અત્યાર સુધીની સૌથી મોટી ટૂર્નામેન્ટમાં શાનદરા પ્રદર્શન કર્યું છે. ઇન્ડિયન ટીમને વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે ત્યારે ધવનના પ્રદર્શન ઉપર બધાની નજર રહેશે. વર્લ્ડ કપ પહેલા ધવને એક ઇન્ટરવ્યૂમાં ટીમ વિશે ઘણી વાત કરી હતી.
આઈએએનએસને આપેલા ઇન્ટરવ્યૂમાં જ્યારે તેને સવાલ કરવામાં આવ્યો કે આગામી ટૂર્નામેન્ટ પહેલા તે રોહિત સાથે સતત વાતચીત કરી રહ્યો છે? ધવને કહ્યું હતું કે રોહિત મારી પત્ની નથી કે હંમેશા તેની સાથે વાતો કરતો રહું. વાત કરવાથી શું થશે? રોહિત મારી પત્ની થોડો છે. જો તમે કોઈ સાથે વર્ષો સુધી રમતા રહો તો તમે તેને સારી રીતે જાણી જાવ છો. રોહિતની સાથે અમે કશું વિશેષ કરતા નથી. પૃથ્વી શો સાથે બેટિંગ કરતા સમયે પણ આ બાબત લાગુ પડે છે. જો એક ખેલાડી ઝડપથી રન બનાવી રહ્યો હોય તો બીજાએ તેને સાથ આપવો પડશે.
મોટી ટૂર્નામેન્ટમાં રમતા પહેલા પોતાની ઉપર પડનારા દબાણ પર ધવને કહ્યું હતું કે દબાણ કઈ વાતનું? આ મારું રોજનું કામ છે. હું સામાન્ય વાતો ઉપર ધ્યાન રાખું છું અને મારું મગજ હંમેશા સાફ રહે છે. ક્યારેક-ક્યારેક તમે રન બનાવો છો અને ક્યારેક આમ બનતું નથી. હું હંમેશા શાંત રહુ છું. હું વધારે ચિંતા કરવા ઉપર વિશ્વાસ કરતો નથી.
ભારતીય બોલિંગ વિશે ધવને કહ્યું હતું કે અમારી પાસે બુમરાહ, ભુવનેશ્વર અને શમીના રુપમાં મજબૂત બોલિંગ આક્રમણ છે. આ સિવાય હાર્દિક પંડ્યા પણ છે. અમારી ટીમ ઘણી સંતુલિત છે.
સની લિયોનીને જન્મદિવસની શુભેચ્છા આપવી આમિર ખાનને પડી ભારે, જાણો વિગત
કેરળમાં ક્યારે થશે ચોમાસાનું આગમન ? કેટલા ટકા પડશે વરસાદ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement