શોધખોળ કરો
Advertisement
87 વર્ષની મહિલાએ કોહલી-રોહિતને આપ્યા જીતના આશીર્વાદ, જુઓ Video
ટીમ ઇન્ડિઆનો ઉત્સાહ વધારનાર 87 વર્ષની આ મહિલાનું નામ ચારુલતા પટેલ છે.
નવી દિલ્હીઃ ભારત વિરૂદ્ધ બાંગ્લાદેશ મેચ દરમિયાન એક મહિલા ક્રિકેટ ફેન પોતાના દેશના ક્રિકેટર્સને સપોર્ટ કરવા મેદાન પર આવ્યા હતા. મજાની વાત એ છે કે તે 87 વર્ષના છે અને વ્હીલચેર પર બેસીને સ્ટેડિયમમાં પહોંચ્યા. આ ઉંમરે પણ તેમણે ભારતીય ક્રિકેટર્સને ખૂબ સપોર્ટ કર્યો અને આ દરમિયાન ખૂબ ખુશ પણ જોવા મળ્યા.
ટીમ ઇન્ડિઆનો ઉત્સાહ વધારનાર 87 વર્ષની આ મહિલાનું નામ ચારુલતા પટેલ છે. તેઓ વ્હીલચેર પર બેસી દરેક ચોગ્ગા અને છગ્ગા પર પીપુડા વગાડી ઉત્સાહ વધારી રહ્યાં હતાં. તેમને જોઇ વિરાટ અને રોહિત તેમને મળવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે મારી શુભેચ્છા ટીમની સાથે છે. જ્યારે 1983માં કપિલ દેવે અહીં વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે પણ હું અહીં હાજર હતી.
ટીમ ઈન્ડિયા સતત ત્રીજી વાર વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ટીમે આઠમી મેચમાં બાંગ્લાદેશને 28 રને હરાવી છે. હાર સાથે બાંગ્લાદેશ ટીમ સેમિફાઈનલ રેસમાંથી બહાર નીકળી ગઈ છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનમાંથી કોઈ બે ટીમ સેમિફાઈનલમાં જશે. બાંગ્લાદેશ સહિત 5 ટીમ અંકોના આધારે સેમિફાઈનલની રેસમાંથી બહાર નીકળી ગઈ છે.How amazing is this?! India's top-order superstars @imVkohli and @ImRo45 each shared a special moment with one of the India fans at Edgbaston.#CWC19 | #BANvIND pic.twitter.com/3EjpQBdXnX
— Cricket World Cup (@cricketworldcup) July 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion