શોધખોળ કરો
Advertisement
35 વર્ષના આ ધાકડ બેટ્સમેને કહ્યું જો ફિટનેસ રહી તો 2023નો વર્લ્ડકપ પણ રમીશ, જાણો વિગતે
ટેલરે આઇસીસીની વેબસાઇટ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, 39 વર્ષીય ગેલે ગજબની ફિટનેસ જાળવી રાખી છે, આટલી ઉંમરમાં પણ તે આરામથી છગ્ગા ફટકારી શકે છે, ઝડપથી રન બનાવી શકે છે
નવી દિલ્હીઃ હાલમાં ક્રિકેટનો મહાકુંભ વર્લ્ડકપ 2019 શરૂ થઇ ગયો છે, ત્યારે ન્યૂઝીલેન્ડના તાબડતોડ બેટ્સમેન અને સૌથી અનુભવી ખેલાડી રોસ ટેલરે મોટુ સ્ટેટમેન્ટ આપ્યુ છે. ટેલરે ક્રિસ ગેલથી પ્રેરણા લેતા કહ્યું કે, જો ફિટનેસ અને શરીર સાથ આપશે તો હું 2023નો વર્લ્ડકપ પણ રમીશ. હાલ રોસ ટેલર 35 વર્ષનો થઇ ગયો છે અને ટીમ તરફથી આ તેનો છેલ્લો વર્લ્ડકપ છે.
ટેલરે આઇસીસીની વેબસાઇટ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, 39 વર્ષીય ગેલે ગજબની ફિટનેસ જાળવી રાખી છે, આટલી ઉંમરમાં પણ તે આરામથી છગ્ગા ફટકારી શકે છે, ઝડપથી રન બનાવી શકે છે.
ટેલરે કહ્યું કે, 'હું 35 વર્ષનો છું પણ તમે નથી જાણતા આગળ શું થવાનુ છે, ક્રિસ ગેલ મારી પ્રેરણા બની શકે છે. આ વર્લ્ડકપમાં તે 39 વર્ષનો છે અને નેક્સ્ટ વર્લ્ડકપમાં હું 39 વર્ષનો થઇ જઇશ. પણ વર્લ્ડકપ રમવું એટલુ આસાન નથી. જો ફિટનેસ સાથ આપશે તો હું કદાચ 2023નો વર્લ્ડકપ રમી શકીશ.'
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion