રેડિયો સ્ટેશનના એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, 1980માં મોસ્કો ગેમ્સ દરમિયાન દેશમાં ગર્ભનિરોધકો મોટી માત્રામાં ઉપલબ્ધ નહોતા, જેના કારણે તે સમયે જન્મેલા બાળકોને ‘ચિલ્ડ્રન ઓફ ધ ઓલિમ્પિક્સ’ કહેવાય છે. આ શબ્દનો ઉપયોગ તે સમયે જન્મેલા અશ્વેત બાળકો માટે થાય છે. કારણકે તે સમયે રશિયન મહિલાઓએ આફર્કિ, લેટિન અમેરિકા અને એશિયાના પુરુષો સાથે સેક્સ માણ્યું હતું. આજે તેમાંથી ઘણા બાળકો વંશીય ભેદભાવનો સામનો કરી રહ્યા છે.
2/5
આજે આપણા બાળકોને અહીં જ જન્મ આપવો જોઈએ. આવા બાળકો સોવિયેટ સમયથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તેમ ગોવોરિટ મોસ્કવા રેડિયો સ્ટેશન સાથે વાતમાં જણાવ્યું હતું.
3/5
પ્લેન્ટોયોવાએ એમ પણ કહ્યું કે, પ્રેમ સિવાય તેમની નૈતિકતાના કારણે પણ રશિયન મહિલાઓએ રશિયન નાગરિકો સાથે જ લગ્ન કરવા જોઈએ. અન્ય લો મેકરે પણ કહ્યું કે, વિદેશી ફેન્સ વર્લ્ડકપ દરમિયાન અહીં આવીને વાયરસ ફેલાવે છે અને રશિયનોને ચેપ લગાડે છે.
4/5
પાર્લામેન્ટની ફેમિલી, વુમન એન્ડ ચિલ્ડ્રન કમિટીના હેડ તામારા પ્લેન્ટોવ્યાએ કહ્યું કે, જ્યારે રશિયન મહિલાઓ વિદેશીઓ સાથે લગ્ન કરે છે ત્યારે તેમના સંબંધનો પણ ખરાબ અંત આવે છે. લગ્ન બાદ મહિલાઓ વિદેશમાં જતી રહે છે પરંતુ તેમના બાળકોને અહીં લાવી શકતી નથી.
5/5
મોસ્કોઃ રશિયામાં આજથી ફૂટબોલ વર્લ્ડકપ શરૂ થઈ રહ્યો છે. તે પહેલા રશિયાના મિનિસ્ટરે ચોંકાવનારું નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, રશિયાની મહિલાઓએ ફિફા વર્લ્ડકપ દરમિયાન અશ્વેત પુરુષો સાથે સેક્સ માણવાથી દૂર રહેવું જોઈએ. કારણકે તેઓ આમ કરવાથી મિશ્ર જાતીના બાળકોની સિંગલ મધર બની શકે છે.