શોધખોળ કરો
Advertisement
સચિન, સેહવાગ, લારા, મુરલીધરન ફરી જોવા મળશે મેદાન પર, જાણો કઈ ટૂર્નામેન્ટમાં લેશે ભાગ
પ્રથમ સિઝન માટે માત્ર ટેસ્ટ પ્લેયિંગ દેશોને જ ભાગ લેવા માટે ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે.
મુંબઈઃ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર, વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારા, વીરેન્દ્ર સેહવાગ અને મુથૈયા મુરલીધરન જેવા દિગ્ગજ ક્રિકેટર રોડ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે આજોયિત થનાર રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે. આ ટૂર્નામેન્ટ પાંચ ટીમોની વચ્ચે વર્ષ 2020માં 2થી 16 ફેબ્રુઆરીની વચ્ચે મુંબઈમાં રમાશે.
આ ટૂર્નામેન્ટમાં ભારત, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, શ્રીલંકા તથા વેસ્ટ ઇન્ડિઝના લિજેન્ડ ક્રિકેટર્સની ટીમો રહેશે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂકેલા લગભગ ૧૧૦ ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે સહમતી વ્યક્ત કરી દીધી છે.
પ્રથમ સિઝન માટે માત્ર ટેસ્ટ પ્લેયિંગ દેશોને જ ભાગ લેવા માટે ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારની રોડ સેફ્ટી વિભાગ તથા પ્રોફેશનલ મેનેજમેન્ટ ગ્રૂપ દ્વારા આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૦૧૮ના ઓગસ્ટમાં બીસીસીઆઇ તરફથી આયોજકોને આ વિશેષ ટી૨૦ લીગનું આયોજન કરવાની મંજૂરી મળી છે તેમ માનવામાં આવી રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં જેક્સ કાલિસ, બ્રેટ લી તથા શિવનારાયણ ચંદ્રપોલ પણ ભાગ લે તેવી પૂરી સંભાવના છે.
રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ભારતમાં પ્રત્યેક વર્ષે રોડ અકસ્માતમાં થઈ રહેલા મોત સામે જાગૃત્તિ લાવવાનો હેતુ માટે રમાડવામાં આવી રહી છે. ૨૦૧૩માં ક્રિકેટને અલવિદા કર્યા બાદ સચિન પ્રથમ વખત પોતાના ઘરઆંગણાના સમર્થકો સામે રમવા માટે ફરીથી મેદાનમાં ઉતરશે. તે છેલ્લે ૨૦૧૪માં લોર્ડ્ઝ ખાતે એમસીસી તરફથી રેસ્ટ ઓફ ધ વર્લ્ડ સામે તથા ૨૦૧૫માં અમેરિકા ખાતે રમાયેલી ત્રણ પ્રદર્શન ટી૨૦ મેચમાં રમ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement