શોધખોળ કરો
Advertisement
100 વર્ષા આ ભારતીય ક્રિકેટર માટે કેક લઈને પહોંચ્યા સચિન અને સ્ટિવ વો, શેર કર્યો VIDEO
ભારતે બોમ્બે જિમખાનામાં દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી તે સમયે તે 13 વર્ષના હતા. તે બોમ્બે અને બરોડો તરફથી રમતા હતા. તેમનો જન્મ વડોદરામાં થયો હતો.
નવી દિલ્હીઃ સૌથી વૃદ્ધ રણજી ક્રિકેટરોમાંથી એક એવા વસંત રાયજી 26 જાન્યુઆરી 2020ના રોજ 100 વર્ષના થઈ ગયા. તેમના જન્મદિવસના અવસર પર સચિન તેંડુલકરે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી તેમની સાથેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સચિન અને સ્ટીવ વો વસંત રાયજીનો 100મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે.
જમોણી બેટ્સનેન 99 વર્ષના રાયજીએ 40ના દાયગામાં નવ ફર્સ્ટ ક્લાસ મેચ રમીને 277 રન બનાવ્યા છે. આજે તે 100 વર્ષના થઈ ગયા છે. આ અવસર પર તેંડુલકર અને વોએ દક્ષિણ મુંબઈ સ્થિત રાયજીના ઘરે જઈને તેમની સાથે મુલાકાત કરી. જણાવીએ કે, રાયજી ક્રિકેટ ઈતિહાસકાર પણ રહ્યા છે.
Wishing you a very special 1⃣0⃣0⃣th birthday, Shri Vasant Raiji. Steve & I had a wonderful time listening to some amazing cricket 🏏 stories about the past. Thank you for passing on a treasure trove of memories about our beloved sport. pic.twitter.com/4zdoAcf8S3
— Sachin Tendulkar (@sachin_rt) January 26, 2020
જ્યારે ભારતે બોમ્બે જિમખાનામાં દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી તે સમયે તે 13 વર્ષના હતા. તે બોમ્બે અને બરોડો તરફથી રમતા હતા. તેમનો જન્મ વડોદરામાં થયો હતો.
સચિને વીડિયો શેર કરતા લખ્યું હતું કે તેમને 100માં જન્મ દિવસની શુભકામના આપી. સચિને કહ્યું કે તેણે અને વો એ તેમની સાથે શાનદાર સમય પસાર કર્યો અને ઇતિહાસની કેટલીક અજાણી કહાનીઓ સાંભળી. ક્રિકેટ વિશે યાદોનો ખજાનો આગળ સુધી પહોંચાડવા માટે રાયજીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. રાયજીએ લાલા અમરનાથ, વિજય મર્ચેન્ટ, સીકે નાયડુ અને વિજય હઝારે સાથે ડ્રેસિંગ રુમ શેર કર્યો હતો.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર રાયજીએ કહ્યું કે તેમણે લાલા અમરનાથની ઐતિહાસિક સદીને જોઈ હતી. લાલા અમરનાથે 118 રનની ઇનિંગ્સ રમી હતી અને તે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યા હતા. તેમણે આ ક્ષણને યાદ કરતા કહ્યું હતું કે તે સમયે હું 13 વર્ષની આસપાસ હતો. અત્યાર સુધી સારી રીતે યાદ છે કે કેવી રીતે તેમની સદી પર દર્શકો શોર મચાવી રહ્યા હતા.1️⃣0️⃣0️⃣* India's oldest first-class cricketer turns 100 today! A special century for Vasant Raiji, the former Ranji Trophy player and cricket historian 🏏 pic.twitter.com/EkVubrHwN2
— ICC (@ICC) January 26, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion