સાક્ષી જ્યારે ભારત પાછી આવી ત્યારે તેના રાજ્ય હરિયાણામાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ‘બેટી બચાવો બેટી પઢાઓ’ કાર્યક્રમની બ્રાંડ એમ્બેસેડર પણ બનાવવામાં આવી છે.
2/5
ઉલ્લેખનીય છે કે સહેવાગ અને સાક્ષી બંને હરિયાણાના જ છે. અને રિયો ઓલિમ્પિક દરમિયાન સહેવાગ દેશના ખેલાડીઓનો ઉત્સાહ વધારતો જોવા મળ્યો હતો.
3/5
સાક્ષીના ટ્વીટ પછી સહેવાગે ટ્વીટ કરીને કહ્યું કે “હું તમને મુલાકાતના સમયની માહિતી આપી દઇશ, આશા કરુ છું કે તમે મારી સાથે રેસલિંગ શરૂ નહીં કરી દો.”
4/5
નવી દિલ્લી: રિયો ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતીને દેશને ગૌરવ અપાવનારી મહિલા રેસલર સાક્ષી મલિકે ભારતના વિસ્ફોટક બેટ્સમેન વિરેંદ્ર સહેવાગને મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સાક્ષીએ ટ્વીટ કરીને પોતાની ઇચ્છા સહેવાગ સમક્ષ વ્યક્ત કરી છે.
5/5
સાક્ષીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે ગુડમોર્નિગ સર, “હું તમને મળવા માંગું છું. તમે મને ટાઇમ આપો આજે અથવા તો કાલે.”