શોધખોળ કરો
Advertisement
આ ક્રિકેટરના મોતના ફેક ન્યૂઝ થયા વાયરલ, ભારતીય બોલરને પણ લાગ્યો 'આંચકો'
અશ્વિને ટ્વિટ કર્યું કે, શું સનથ જયસૂર્યા પર આવી રહેલા ન્યૂઝ સાચા છે. મને વોટ્સએપ પર આવા ન્યૂઝ મળ્યા પરંતુ ટ્વિટર પર આવું નથી દેખાતું.
નવી દિલ્હીઃ સોમવારે 27 મેના રોજ સવારે શ્રીલંકન ક્રિકેટર સનથ જયસૂર્યાના મોતના અહેવાલ આગની જેમ ફેલાઈ ગયા. થોડા સમય બાદ ટીમ ઇન્ડિયાના દિગ્ગજ બોલર આર અશ્વિને પણ ટ્વીટ કરીને પૂછ્યું કે શું સનથ જયસૂર્ય સાથે જોડાયેલ આ અહેવાલ સાચા છે. સોશિયલ મીડિયા પર વાયરલ અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સનથ જયસૂર્યાની એક રોડ અકસ્માતમાં મોત થઈ ગઈ છે. પરંતુ હવે ખુદ સનથ જયૂસર્યાએ આ વાતને ફગાવી દીધી છે અને કહ્યું કે, આ ફેક ન્યૂઝ છે.
અશ્વિને ટ્વિટ કર્યું કે, શું સનથ જયસૂર્યા પર આવી રહેલા ન્યૂઝ સાચા છે. મને વોટ્સએપ પર આવા ન્યૂઝ મળ્યા પરંતુ ટ્વિટર પર આવું નથી દેખાતું. ત્યારબાદ ફેન્સે અશ્વિનને જાણકારી આપી કે આ ન્યૂઝ બિલકુલ ખોટા છે.Is the news on Sanath Jayasuriya true?? I got a news update on what's app but see nothing here on Twitter!!
— Ashwin Ravichandran (@ashwinravi99) May 27, 2019
જયસૂયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર તેની મોતના અહેવાલને અફવા ગણાવી હતી. જયસૂર્યાએ કહ્યું કે, મારા વિશે ફેલાવામાં આવેલા ખોટા ન્યૂઝનું ખંડન કરું છું. હું બિલકુલ સ્વસ્થ છું. હું શ્રીલંકામાં છું અને હું કેનેડા નથી ગયો. પ્લીઝ ખોટા ન્યૂઝને શેર ન કરો. આઈસીસીએ શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ પ્લેયર સનથ જયસૂર્યાને ક્રિકેટના તમામ ફોર્મેટ્સથી બે વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ બાદ હવે તે ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનમાં પણ કોઈ જવાબદારી નહીં લઈ શકે. આપને જણાવી દઈએ કે આઈસીસીએ જયસૂર્યાની વિરુદ્ધ એન્ટી કરપ્શન કોડના ઉલ્લંઘનના કારણે આ નિર્ણય લીધો છે.Please disregard fake news by malicious websites regarding my health and well being. I am in Srilanka and have not visited Canada recently.Please avoid sharing fake news.
— Sanath Jayasuriya (@Sanath07) May 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion