જોકે હવે તેના પુત્રની નાગરિકાતને લઈને શોએબ મલિકે નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે તેનો પુત્ર ન ભારતીય હશે કે ન પાકિસ્તાની. ઉલ્લેખનીય છે કે સાનિયાએ હૈદરાબાદમાં મંગળવારે પુત્રને જન્મ આપ્યો હતો. આ પછી સોશિયલ મીડિયા પર બાળકને નાગરિકતાને લઈને સવાલ શરૂ થઈ ગયા છે. બાળકનો ભારતમાં થયો છે અને તેની માતા સાનિયા ભારતીય જ છે જેથી બાળક ભારતીય નાગરિકતાનો હકદાર છે. જોકે શોએબ મલિક અન્ય વાત કહી રહ્યો છે.
2/4
ભારત સરકારના નાગરિકતા નિયમો કહે છે કે જો કોઈ બાળક ભારતમાં જન્મે અને તેના માતા કે પિતા ભારતીય નાગરિક હોય તો તે માતા-પિતા ઇચ્છે તો તે ભારતીય નાગરિકતાનો હકદાર છે. સાનિયા મિર્ઝા અને તેના પતિ શોએબે પહેલા જ કહ્યું હતું કે તેમના બેબીની સરનેમ મિર્ઝા મલિક બંને સાથે રહેશે.
3/4
નવી દિલ્હીઃ જ્યારથી ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પાકિસ્તની ક્રિકેટર શોએભ મલિક સાથે લગ્ન કર્યા છે ત્યારથી અત્યાર સુધી સતત એ સવાલ ઉઠી રહ્યા છે કે બન્નેનું સંતાન ક્યા દેશનો નાગરિક બનશે. શોએબ મલિક પાકિસ્તાની છે અને સાનિયા મર્ઝા ભારતીય છે. જોકે લગ્ન બાદ સાનિયાએ ભારતીય નાગરિકતા છોડી નથી.
4/4
પાકિસ્તાનના અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને આ મુદ્દે ખબર આપી છે. તેણે શોએબને ટાંકીને કહ્યું છે કે, શક્ય છે કે તેનો પુત્ર કોઈ અન્ય દેશની નાગરિકતા ગ્રહણ કરે. શોએબે આ વાત બાળક આવ્યા પહેલા લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં પાક મીડિયાને કરી હતી. લગ્ન પછી સાનિયા અને તેના પતિએ દુબઈમાં ઘર ખરીદ્યું છે. બંને રમી રહ્યા હોતા નથી ત્યારે મોટાભાગનો સમય અહીં પસાર કરે છે.