શોધખોળ કરો
Advertisement
સાનિયા મિર્ઝાની બહેન આ સ્ટાર ક્રિકેટરના દીકરા સાથે કરશે લગ્ન, ખુદ સાનિયાએ કર્યો ખુલાસો
29 વર્ષના મોહમ્મદ અઝરૂદ્દીને અત્યાર સુધી બે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમ્યો છે. તે ગોવા રણજી ટીમનો હિસ્સો રહ્યા છે.
નવી દિલ્હીઃ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પુષ્ટિ કરી છે કે તેની બહેન અનમ મિર્ઝા મોહમ્મદ અઝહરૂદ્દીનની દીકરા અસદ સાથે લગ્ન કરવા માટે તૈયાર છે.
સાનિયાએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને કહ્યું કે, ‘તે વાસ્તવમાં ડિસેમ્બરમાં લગ્ન કરવાની છે. અમે પણ તેના લગ્નને લઈને ઉત્સાહિત છીએ.’ અનમ ફેશન સ્ટાઈલિસ્ટ છે અને પોતાનું ફેશન આઉટલેટ પણ ચલાવે છે.
સાનિયાએ કહ્યું કે, ‘તે એક સુંદર યુવક સાથે લગ્ન કરી રહી છે, તેનું નામ અસદ છે અને તે મોહમ્મદ અઝહરૂદ્દીનનો દીકરો છે.’
સાનિયાએ પણ જણાવ્યું કે, બન્ને વચ્ચે લગ્ન આ વર્ષે ડિસેમ્બરમાં થશે. ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની નાની બહેન અનમ મિર્જા છૂટાછેડા લઈ ચૂકી છે.
અનમના લગ્ન 2016માં હૈદ્રાબાદના બિઝનેસમેન અકબર રાશિદ સાથે થયા હતા, જોકે લગ્નના બે વર્ષ બાદ બન્નેના સંબંધમાં ખટાશ આવી ગઈ અને બન્નેએ અલગ થવાનો નિર્ણય કર્યો.
29 વર્ષના મોહમ્મદ અઝરૂદ્દીને અત્યાર સુધી બે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમ્યો છે. તે ગોવા રણજી ટીમનો હિસ્સો રહ્યા છે.
અનમ મિર્ઝા પોતાના નવા રિલેશનશિપને લઈને ચર્ચામાં હતી. અહેવાલ હતા અનમ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરૂદ્દીનના દીકરા અસદને ડેટ કરી રહી છે. અનમે એક તસવીર શેર કરી હતી, જેમાં તેની પાછળ Bride To Be (થનાર દુલ્હન) લખ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement