શોધખોળ કરો
Advertisement
ભારત સામે પાકિસ્તાનની હાર બાદ આ સ્ટાર માટે દુઃખી છે શોએબ અખ્તર, જાણો કેમ
પતિ શોએબ, પાક ખેલાડીઓ વહાબ રિયાઝ અને ઈમામ ઉલ હક સાથે ડિનરની મજા માણતો વિડીયો અને ફોટો પોસ્ટ કર્યા બાદ ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સે સાનિયાને ટ્રૉલ કરી હતી.
નવી દિલ્હીઃ પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો બચાવ કરતાં કહ્યું કે, તે દુર્ભાગ્યશાળી છે કે દરેક વખતે ભારત પાકિસ્તાનની વચ્ચે આંતરરાષ્ટ્રીય મેચ બાદ ફેન્સની ટીકાનો ભોગ બને છે. સાનિયા પાકિસ્તાની પ્લેયર શોએબ મલિકની પત્ની પણ છે, જે હાલ ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં ટીમનો હિસ્સો છે.
અખ્તરે પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું કે, ‘તે એટલી દુર્ભાગ્યશાળી છે કે, તે જે પણ કરે છે, તેને ભારત અથવા પાકિસ્તાન તરફથી બિનજરૂરી ટીકાઓ સહન કરવી પડે છે. જો પાકિસ્તાન મેચ હારે તો પણ તેને ટાર્ગેટ કરવામાં આવે છે કેમ કે, તેનો પતિ પાકિસ્તાન માટે રમે છે.’
પતિ શોએબ, પાક ખેલાડીઓ વહાબ રિયાઝ અને ઈમામ ઉલ હક સાથે ડિનરની મજા માણતો વિડીયો અને ફોટો પોસ્ટ કર્યા બાદ ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સે સાનિયાને ટ્રૉલ કરી હતી. પાકિસ્તાની ટીમ રવિવારે વરસાદના વિધ્ન વચ્ચે રમાયેલી મેચમાં ભારત સામે 89 રનથી હાર ગઈ હતી.
અખ્તરે સવાલ પૂછ્યો કે, ‘તે તેના પતિ સાથે ડિનર કરવા ગઈ તો શું તેણે કોઈ ગુનો કર્યો?’ આ વિવાદ બાદ શોએબ મલિકે પણ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી લોકોને અપીલ કરી તેઓ તેના પરિવારને ટાર્ગેટ ન કરે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement