શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ સેમિ ફાઇનલ INDvNZ: મેદાનમાં ઉતરતાં જ ધોનીએ બનાવ્યો મોટો રેકોર્ડ, જાણો વિગત
ધોની ક્રિકેટના ભગવાન સચિન બાદ 350 વન ડે રમનારો ભારતનો બીજો ક્રિકેટર બની ગયો છે.
માનચેસ્ટરઃ વર્લ્ડકપ 2019માં આજે પ્રથમ સેમિ ફાઇનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં મેદાનમાં ઉતરવાની સાથે જ ટીમ ઈન્ડિયાના વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ એક નવો રેકોર્ડ બનાવી દીધો છે.
ધોની ક્રિકેટના ભગવાન સચિન બાદ 350 વન ડે રમનારો ભારતનો બીજો ક્રિકેટર બની ગયો છે. આજની વન ડે પહેલા ધોની 349 એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો. જેમાંથી તેણે 346 ભારત અને 3 એશિયા ઇલેવન તરફથી રમ્યો હતો. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વન ડે રમવાનો વર્લ્ડ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તે 463 વન ડે રમ્યો છે. 448 વન ડે સાથે શ્રીલંકાનો મહેલા જયવર્ધને બીજા નંબરે છે. 445 વન ડે સાથે શ્રીલંકાનો સનથ જયસૂર્યા ત્રીજા, 404 વન ડે સાથે કુમાર સંગાકારા ચોથા, 398 વન ડે સાથે પાકિસ્તાનનો શાહિદ આફ્રિદી પાંચમા સ્થાને છે. ધોની આ યાદીમાં 10મા ક્રમે છે.
ધોની ઉપરાંત 350 વન ડે રમનારો વિશ્વનો પ્રથમ વિકેટકિપર બની ગયો છે. શ્રીલંકાનો વિકેટકિપર બેટ્સમેન કુમાર સંગાકાર 360 વન ડે રમ્યો છે, પરંતુ તેમાંથી 44 વન ડે માત્ર બેટ્સમેન તરીકે જ રમ્યો છે. ધોનીએ 349 વન જેમાં 10,723 રન બનાવ્યા છે. જેમાં 10 સદી અને 72 અડધી સદી પણ છે. તેનો સર્વોચ્ચ સ્કોર નોટ આઉટ 183 રન છે.
INDvNZ સેમિ ફાઈનલ મેચનો સ્કોર જાણવા અહીં કરો ક્લિક
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement