શોધખોળ કરો
Advertisement
ICC Women’s T-20 Rankings: ભારતની શેફાલી વર્માએ રચ્યો ઈતિહાસ, 16 વર્ષની ઉંમરે જ બની વિશ્વની નંબર-1 બેટ્સમેન
શેફલી વર્મા 761 પોઇન્ટ સાથે ટોપ પર છે. ન્યૂઝીલેન્ડની સૂઝી બેટ્સ એક સ્થાન નીચે ગબડીને બીજા નંબર પર છે. તેના 750 પોઈન્ટ છે. ન્યૂઝીલેન્ડની બેટ્સમેન સૂઝી બેટ્સ ઓક્ટોબર 2018થી નંબર-1 પર હતી.
નવી દિલ્હીઃ ICC Women’s T20 World Cupની સેમિ ફાઇનલમાં આવતીકાલે ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે. તેના એક દિવસ પહેલા ભારતીય પ્રશંસકો માટે સારા સમાચાર આવ્યા છે. ભારતની મહિલા ટીમની 16 વર્ષની વિસ્ફોટક ઓપનર શેફાલી વર્મા મહિલા ટી-20ની નંબર-1 બેટ્સમેન બની ગઈ છે. બુધવારે આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા રેન્કિંગમાં શેફાલી 19 સ્થાનની છલાંગ લગાવીને ટોચ પર પહોંચી ગઈ છે.
વર્લ્ડકપમાં 161નો છે સ્ટ્રાઇક રેટ 16 વર્ષીય શેફાલી વર્માએ મહિલા ટી-20 વર્લ્ડકપમાં બેટિંગથી ધૂમ મચાવી છે. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા મહિલા વર્લ્ડકપમાં તેણે 161ના સ્ટ્રાઇક રેટથી 161 રન ફટકાર્યા છે. શેફાલી ગ્રુપ રાઉન્ડની ચારેય મેચમાં ભારતને આક્રમક શરૂઆત અપાવી છે અને તેના કારણે વુમન્સ ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ફાઇનલમાં પહોંચવા આગળ વધી રહી છે. કોની પાસેથી છીનવ્યો નંબર વનનો તાજ માત્ર 18 ટી-20 ઈન્ટરનેશનલ રમેલી શેફાલી વર્મા ટી-20 વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં અનુક્રમે 47,46, 39 અને 29 રનની ઈનિંગ રમી ચુકી છે. આ દરમિયાન તે બે વખત પ્લેયર ઓફ ધ મેચ રહી છે. શેફલી વર્મા 761 પોઇન્ટ સાથે ટોપ પર છે. ન્યૂઝીલેન્ડની સૂઝી બેટ્સ એક સ્થાન નીચે ગબડીને બીજા નંબર પર છે. તેના 750 પોઈન્ટ છે.Teen sensation Shafali Verma rises to top spot in ICC women's T20 rankings. #T20WorldCup #ShafaliVerma
— Press Trust of India (@PTI_News) March 4, 2020
આ ખેલાડી ઓક્ટોબર 2018થી હતી નંબર 1 ન્યૂઝીલેન્ડની બેટ્સમેન સૂઝી બેટ્સ ઓક્ટોબર 2018થી નંબર-1 પર હતી. તેણે વેસ્ટઈન્ડિઝની કેપ્ટન સ્ટેફની ટેલર પાસેથી આ સ્થાન છીનવ્યું હતું. પરંતુ હવે ભારતની 16 વર્ષીય શેફાલીએ સૂઝીને પછાડીને તેની પાસેથી નંબર વનનું સ્થાન આંચકી લીધું છે.⬆️ Sophie Ecclestone ⬆️ Amelia Kerr ⬆️ Georgia Wareham Young spin-bowling stars of the #T20WorldCup are taking the rankings charts by storm 🔥 @MRFWorldwide | #ICCRankings pic.twitter.com/J2ryRpCtST
— ICC (@ICC) March 4, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
Advertisement