શોધખોળ કરો

પાકિસ્તાનનો આ ક્રિકેટર IPLના આયોજન પર ગિન્નાયો, બોલ્યો- લોકો મરી રહ્યાં છે, તેમને મનોરંજન નહીં ઓક્સિજન સિલિન્ડર આપો......

શોએબ અખ્તરે આઇપીએલમાં ખર્ચ થનારા પૈસાથી ઓક્સિજન સિલીન્ડર (Oxygen Cylinder) ખરીદવાની વકીલાત કરી છે. તેને કહ્યું- હાલના સમયમાં મનોરંજનથી વધુ લોકોનો જીવ બચાવવો જરૂરી છે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના (Covid-19) સતત વધી રહ્યો છે, કેસોમાં દિવસે દિવસે વધારો આવી રહ્યો છે. આવામાં આઇપીએલના (IPL 2021) આયોજનને લઇને તમામ પ્રકારના સવાલો ઉઠી રહ્યાં છે. પાકિસ્તાનના ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે (Shoaib Akhtar) પણ આઇપીએલની બચેલી સિઝનને સ્થગિત (IPL Postponed) કરવાની માંગી કરી છે. શોએબ અખ્તરે આઇપીએલમાં ખર્ચ થનારા પૈસાથી ઓક્સિજન સિલીન્ડર (Oxygen Cylinder) ખરીદવાની વકીલાત કરી છે. તેને કહ્યું- હાલના સમયમાં મનોરંજનથી વધુ લોકોનો જીવ બચાવવો જરૂરી છે.

શોએબ અખ્તરે (Shoaib Akhtar) કહ્યું- ભારત હાલના સમયમાં સળગી રહ્યું છે. આવામાં આઇપીએલનુ (IPL) આયોજન કરવાને બદલે આને સ્થગિત કરી દેવુ જ આવશ્યક છે. સાથે જ પાકિસ્તાનમાં જૂનમાં પ્રસ્તાવિત પાકિસ્તાન સુપર લીગ (PSL) ને પણ આગળ માટે ટાળી દેવુ જોઇએ. સાથે શોએબ અખ્તરે કહ્યું- આ હાલતમાં આઇપીએલ એટલી જરૂરી નથી અને તેના આયોજન પર જે રૂપિયા ખર્ચ થાય છે, તેનો ઉપયોગ ઓક્સિજન સિલીન્ડર ખરીદવા માટે કરી શકાય છે. આમાંથી કેટલાય લોકોનો જીવ બચાવી શકાય છે. કોરોનાનો આ સમય ભારત અને પાકિસ્તાનમાં લોકોની જિંદગી બચાવવા પર જોર આપવાનો છે. લોકોની જિંદગી દાવ પર લાગેલી છે, એટલે હું આટલા કઠોર શબ્દોનો ઉપયો કરી રહ્યો છું.

એન્ડ્ર્યૂ ટાયે પણ કોરોનાથી ભારતની સ્થિતિ પર દુઃખ વ્યક્ત કર્યુ.....
વ્યક્તિગત કારણોસરથી આઇપીએલ (IPL 2021) ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રૉયલ્સે (Rajasthan Royals) છોડીને સ્વદેશ પરત ફરી ચૂકેલા ઓસ્ટ્રલિયાના ફાસ્ટ બૉલર એન્ડ્ર્યૂ ટાયે (Andrew Tye) એ વાત પર દુઃખ વ્યક્ત કર્યુ છે, જ્યાં એકબાજુ ભારતમાં દર્દીઓ હૉસ્પીટલમાં પાયાની ચિકિત્સા સુવિધાઓના અભાવે દમ તોડી રહ્યાં છે, તો વળી બીજીબાજુ આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓ (IPL Franchise) પૈસાની રેલમછેલ કરી રહી છે. 

એન્ડ્ર્યૂ ટાયે (Andrew Tye) કહ્યું- એક ખેલાડી તરીકે અમે સુરક્ષિત છીએ, પરંતુ શું આગળ પણ સુરક્ષિત રહેવાનુ છે?, તેને આગળ કહ્યું- આ કંપનીઓ અને ફ્રેન્ચાઇઝીઓ એટલા બધા પૈસા ખર્ચી રહી છે, જ્યારે લોકો અસુવિધાઓના કારણે હૉસ્પીટલમાં ભરતી પણ નથી થઇ રહ્યાં. લોકો તરફડિયા મારીને મરી રહ્યાં છે. 

એન્ડ્ર્યૂ ટાયે કહ્યું- જો આ રમતથી લોકોના જીવનમાં તણાવ દુર થાય છે તો તેમને એ વાતની આશા આપે છે કે દુનિયામાં બધુ બરાબર છે, અને ઉંડી સુરંગમાં પણ પ્રકાશ છે, તો હું સમજુ છું કે આઇપીએલ ચાલ રહે, પરંતુ જાણુ છું કે બધા એક સરખા નથી. તેને કહ્યું કે, આઇપીએલ પર તે તમામ વિચારોનુ સન્માન કરે છે. ઉલ્લેખનીય છે કે એન્ડ્ર્યૂ ટાય આ મહિને જ લગ્ન કર્યા છે, અને તે ઇચ્છે છે કે તે સુરક્ષિત પોતાના ઘરે પહોંચી જાય. 

ભારતમાં કોરોનાની છે ખતરનાક સ્થિતિ....
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,23,144 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2771 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,51,827 લોકો ઠીક પણ થયા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget