શોધખોળ કરો

10 દિવસની અંદર ફરી ફાઇનલ રમશે શ્રેયસ ઐયર, આ ટીમને બનાવશે ચેમ્પિયન!

શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ સોબો મુંબઈ ફાલ્કન્સ મુંબઈ ટી20 લીગની ફાઇનલમાં પહોંચી ગઈ છે.

પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ ઐયર 12 જૂને બીજી ફાઇનલ મેચ રમવા જઈ રહ્યો છે. આ વખતે તે 12 જૂને વાનખેડે સ્ટેડિયમના મેદાનમાં ટાઇટલ જીતવા માટે ઉતરશે. 3 જૂને અમદાવાદમાં ટ્રોફી જીતવાનું તેનું સ્વપ્ન પૂરું થઈ શક્યું નહીં પરંતુ આ વખતે તેણે મુંબઈમાં પોતાની ટીમને ચેમ્પિયન બનાવવા માટે તૈયારી કરી લીધી છે. 14 વર્ષ પછી પંજાબ કિંગ્સને ટાઇટલ મેચમાં લઈ જનાર ઐયર હવે મુંબઈ ટી20 લીગમાં પોતાની ટીમને ફાઇનલમાં લઈ ગયા છે.

મુંબઈ ફાલ્કન્સ ટીમ ફાઇનલમાં પહોંચી

શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ સોબો મુંબઈ ફાલ્કન્સ મુંબઈ ટી20 લીગની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ટાઇટલ મેચમાં તેનો સામનો મુંબઈ સાઉથ સેન્ટ્રલ મરાઠા રોયલ્સની ટીમ સાથે થશે. મરાઠા રોયલ્સ ટીમનું નેતૃત્વ રોહિત શર્માના કોચ દિનેશ લાડના પુત્ર સિદ્ધેશ લાડ કરી રહ્યા છે. 10 જૂનના રોજ રમાયેલી પહેલી સેમિફાઇનલ મેચમાં મરાઠા રોયલ્સે ઇગલ થાણે સ્ટ્રાઇકર્સને 8 વિકેટે હરાવ્યું હતું. જ્યારે તે જ દિવસે બીજી સેમિફાઇનલમાં સોબો મુંબઈ ફાલ્કન્સે નમો બાંદ્રા બ્લાસ્ટર્સને 5 વિકેટે હરાવીને ટાઇટલ મેચમાં સ્થાન મેળવ્યું હતું.

બીજી સેમિફાઇનલની સ્થિતિ શું હતી?

મુંબઈ ટી20 લીગની બીજી સેમિફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા બાંદ્રા બ્લાસ્ટર્સની ટીમ 10 ઓવરમાં માત્ર 130 રન જ બનાવી શકી હતી. ધ્રુમિલ મતકરે 30 બોલમાં સૌથી વધુ 34 રન બનાવ્યા હતા. આ ઉપરાંત કેપ્ટન આકાશ આનંદે 28 બોલમાં 31 રનની ઇનિંગ રમી હતી.

આ સિવાય કોઈ બેટ્સમેન વિકેટ પર રમી શક્યો ન હતો. મુંબઈ ફાલ્કન્સ તરફથી આકાશ પારકરે બે ઓવરમાં 16 રન આપીને ત્રણ ખેલાડીઓને પેવેલિયન મોકલ્યા હતા. આ ઉપરાંત સિદ્ધાર્થ રાવતે બે વિકેટ લીધી હતી. યશ અને વિનાયકે એક-એક વિકેટ મેળવી હતી.

32 બોલ પહેલા મેચ જીતી લીધી

જવાબમાં સોબો મુંબઈ ફાલ્કન્સ ટીમે 14.4 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને વિજયનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. મુંબઈ ફાલ્કન્સ માટે ઈશાન મુલચંદાનીએ 34 બોલમાં 52 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે ઓલરાઉન્ડર આકાશ પારકરે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 20 બોલમાં ઝડપથી 32 રન બનાવ્યા હતા. જોકે આ મેચમાં કેપ્ટન શ્રેયસ ઐયર માત્ર એક રન પર આઉટ થયો હતો, પરંતુ તેની ટીમ ટાઇટલ મેચમાં પહોંચી ગઈ હતી.                    

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  

પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા

ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ

Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 

Embed widget