શોધખોળ કરો
Advertisement
Wimbledon 2019: સેરેના વિલિયમ્સને હરાવીને સિમોના હાલેપ બની નવી ચેમ્પિયન
પોતાનું બીજું ગ્રાન્ડસ્લેમ અને વિમ્બલડનમાં પ્રથમ ટાઇટલ જીતનારી હાપેલે સેરેનાને 24મું ગ્રાન્ડસ્લેમ જીતવાનું સ્વપ્ન તોડ્યુ હતું.
નવી દિલ્હીઃ રોમાનિયાની સિમોના હાલેપે અમેરિકાની સેરેના વિલિયમ્સને હરાવીને વિમ્બલડન વુમન સિંગલનું ટાઇટલ જીતી લીધું છે. પોતાનું બીજું ગ્રાન્ડસ્લેમ અને વિમ્બલડનમાં પ્રથમ ટાઇટલ જીતનારી હાપેલે સેરેનાને 24મું ગ્રાન્ડસ્લેમ જીતવાનું સ્વપ્ન તોડ્યુ હતું.
હાલેપે શનિવારે સેન્ટર કોર્ટ પર રમાયેલા ત્રીજા ગ્રાન્ડસ્લેમ ટુનામેન્ટની ફાઇનલમાં સેરેનાને ફક્ત 55 મિનિટમાં 6-2,6-2થી હાર આપી હતી. આ અગાઉ તે 2018માં ફ્રેન્ચ ઓપન જીતી ચૂકી છે. તે પ્રથમવાર વિમ્બલડનની ફાઇનલમાં પહોંચી હતી અને સેરેનાને હરાવવામાં સફળ રહી હતી.Simona Halep beats Serena Williams to win maiden Wimbledon title. pic.twitter.com/JRhKaBrvKV
— ANI (@ANI) July 13, 2019
આ હાર સાથે સેરેના દિગ્ગજ મારગ્રેટ કોર્ટના સૌથી વધુ 24 ગ્રાન્ડસ્લેમ જીતવાના રેકોર્ડની બરોબરી કરી શકી નહોતી. સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતવા મામલામાં ત્રીજા નંબર પર સ્ટેફી ગ્રાફ છે જેના નામ પર 22 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે.One for the mantelpiece 📸#Wimbledon | @Simona_Halep pic.twitter.com/3VAeUTRvTT
— Wimbledon (@Wimbledon) July 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
બિઝનેસ
દેશ
Advertisement