વન ડેમાં સ્મૃતિ મંધાનાની સરેરાશ 66.90ની રહી હતી જ્યારે ટી20માં તેનો સ્ટ્રાઇક રેટ 130.67 રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા મહિલા ટી20 વિશ્વકપમાં ભારતને સેમી ફાઇનલ સુધી પહોંચાડવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્મૃતિએ વર્લ્ડકપની 5 મેચમાં 178 રન બનાવ્યા હતા.
2/3
નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને ICCએ 2018ની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર અને 2018ની મહિલા વન ડે ખેલાડી જાહેર કરી છે. ડાબોડી બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ 2018માં 12 વન ડેમાં 669 રન અને 25 ટી20માં 622 રન બનાવ્યા છે.
3/3
સ્મૃતિ મંધાના ભારતની ફાસ્ટ બોલર ઝૂલન ગોસ્વામી બાદ આઈસીસીનો એવોર્ડ મેળવનારી બીજી ભારતીય મહિલા ક્રિકેટર છે. ઝૂલને 2007માં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.