કોલકાતાઃ ક્રિકેટમાં કેટલીક વાતો છૂપાયેલી રહે છે અને આ તમામ વાતો બહાર આવવામાં સમય લે છે. પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ એમ એસ ધોનીને લઈને તેના અને પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝની વચ્ચે થયેલ મજાકીયા વાતચીતનો ખુલાસો હવે 12 વર્ષ બાદ કર્યો છે. ધોની ભારતીય ટીમની સાથે વર્ષ 2006માં પાકિસ્તાનના પ્રવાસે ગયા હતા. ત્યારે ધોની પોતાની ધમાકેદાર બેટ્સમેન અને પોતાના લાંબા વાળને કારણે પાકિસ્તાનમાં મીડિયા સહિત રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ સુધીના ફેન બની ગયા હતા.
2/3
મુશર્રફે ત્યારે ધોનીનો ઉલ્લેખ કરતા ભારતના તત્કાલિન કેપ્ટન ગાંગુલીને કહ્યું હતું કે આને ક્યાંથી લાવ્યા છો? હાજરજવાબી ગાંગુલીએ તરત કહ્યું હતું કે વાઘા બોર્ડર પાસે ફરતો હતો, અંદર ખેંચી લીધો.
3/3
ગાંગુલીએ ધોનીને ચેમ્પિયન ખેલાડી ગણાવ્યો હતો. 2019માં ભારતીય ટીમ લાઇનઅપ વિશે પુછતા ગાંગુલીએ કહ્યું હતું કે હું પસંદગીકાર નથી પણ મને આશા છે કે વર્તમાન ટીમના 85-90 ટકા ખેલાડીઓ વર્લ્ડ કપમાં રમશે.