શોધખોળ કરો
Advertisement
અમિત શાહ સાથેની મીટિંગમાં શું વાત થઈ? સૌરવ ગાંગુલીએ કર્યો ખુલાસો, જાણો વિગતે
મીડિયા રિપોર્ટ મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે ગાંગુલીના બીસીસીઆઈ ચીફ બનવામાં સૌથી મોટી ભૂમિકા બીજેપી અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રહી છે.
મુંબઈઃ ટીમ ઇન્ડિયાના સફળ કેપ્ટનમાંથી એક એવા સૌરવ ગાંગુલી બીસીસીઆઈના નવા નિર્વિરોધ અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા છે. બંગાળ પહોંચ્યા બાદ ગાંગુલીએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, ‘હું પ્રથમ વખત અમિત શાહને મળ્યો. મેં બીસીસીઆઈને લઈને કોઈ સવાલ નથી પૂછ્યો. પછી ભલે હું કોઈ બદ લેવા જઈ રહ્યો હોવ કે નહીં. રાજનીતિક વિકાસને લઈને પણ કોઈ વાતચીત નથી થઈ.’
મીડિયા રિપોર્ટ મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે ગાંગુલીના બીસીસીઆઈ ચીફ બનવામાં સૌથી મોટી ભૂમિકા બીજેપી અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રહી છે. જોકે અમિત શાહે આ વાતનો ઇન્કાર કર્યો છે. તેમને એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે,‘હું એ વાતનો નિર્ણય નથી કરતો કે કોણ બીસીસીઆઈના અધ્યક્ષ બનશે.’ જ્યારે આ દરમિયાન સૌરવ ગાંગુલીએ કહ્યું કે શાહ સાથે તેમની મુલાકાત થઈ હતી પરંતુ તેમાં બીસીસીઆઈ વિશે કોઈ ચર્ચા નહોતી થઈ.
સૌરવ ગાંગુલીએ કહ્યું કે અમિત શાહ સાથેની વાતચીત દરમિયાન કોઈ પણ રાજકીય વાતો થઈ નહોતી. ગાંગુલીએ મીડિયાને કહ્યું કે, ’હું પહેલીવાર અમિત શાહને મળ્યો હતો. આમાં, ન તો મેં બીસીસીઆઈ વિશે કોઈ સવાલ પૂછ્યો કે શું મને કોઈ પદ મળશે કે નહીં, અને ન એવી વાત થઈ હતી કે ‘જો તમે સંમત થાઓ તો તમને મળી જશે. કોઇ પણ રાજનીતિક ઘટનાક્રમ પર વાત નહોતી થઈ.’
ગૃહમંત્રીએ કહ્યું કે,‘સૌરવ ગાંગુલીની મારી સાથે મુલાકાતમાં કોઈ ખોટું નથી. તેઓ મારી પાસે આવી શકે છે. હું ઘણા વર્ષોથી ક્રિકેટ સાથે જોડાયેલ છું.’ જોકે કહેવાય છે કે, અમિત શાહ ગાંગુલીને અધ્યક્ષ બનાવવામાં મદદ કરશે. જ્યારે 2021માં બંગાળમાં થનારી ચૂંટણીમાં ગાંગુલી ભાજપ તરફથી ચૂંટણી લડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement