શોધખોળ કરો
Advertisement
ગાંગુલી સુનિલ ગાવસ્કર બાદ કયા ભારતીય બેટ્સમેનને માને છે મહાન ટેસ્ટ ઓપનર, જાણો કેમ
ગાંગુલીએ કહ્યું કે, ઓપનિંગ બેટ્સમેન તરીકે વિરેન્દ્ર સહેવાગે શાનદાર યોગદાન આપ્યુ છે. ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર બેટ્સમેન તરીકે સુનિલ ગાવસ્કરનુ યોગદાન સૌથી મોટુ છે, પરંતુ આ પછી વિરેન્દ્ર સહેવાગ જ હતો જેને ઓપનિંગ કરતાં કેટલીય મેચ વિનિંગ ઇનિંગ્સ રમી
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ (બીસીસીઆઇ)ના અધ્યક્ષ અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ભારતના પૂર્વ સ્ટાર ઓપનર વિરેન્દ્ર સહેવાગની પ્રસંશા કરી છે. ગાંગુલીએ મોટી વાત કહેતા વિરેન્દ્ર સહેવાગને ગાવસ્કર પછીનો શ્રેષ્ઠ ઓપનર ગણાવી દીધો છે.
ગાંગુલીએ કહ્યું કે, ઓપનિંગ બેટ્સમેન તરીકે વિરેન્દ્ર સહેવાગે શાનદાર યોગદાન આપ્યુ છે. ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર બેટ્સમેન તરીકે સુનિલ ગાવસ્કરનુ યોગદાન સૌથી મોટુ છે, પરંતુ આ પછી વિરેન્દ્ર સહેવાગ જ હતો જેને ઓપનિંગ કરતાં કેટલીય મેચ વિનિંગ ઇનિંગ્સ રમી.
વર્ષ 1999માં અજય જાડેજાની કેપ્ટનશીપમાં વિરેન્દ્ર સહેવાગે પોતાની પહેલી વનડે મેચ રમી હતી. આ પાકિસ્તાન વિરુદ્ધ રમવામા આવી હતી. વળી, ગાંગુલીની કેપ્ટનશીપમાં ટેસ્ટ મેચમાં વિરેન્દ્ર સહેવાગ નંબર 6 પર બેટિંગ કરવા ઉતર્યો હતો, વર્ષ 2002માં ભારતે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો, આ સીરીઝમાં વિરેન્દ્ર સહેવાગે ઓપનિંગ કરતા શાનદાર ઇનિંગ રમી હતી.
ઇંગ્લેન્ડ પ્રવાસ પર મળી ઓપનિંગની જવાબદારી....
એક ઇન્ટરવ્યૂ દરમિયાન ગાંગુલીએ વિરેન્દ્ર સહેવાગની જોરદાર પ્રસંશા કરી, તેમને કહ્યું કે, - ઇંગ્લેન્ડ ટૂર દરમિયાન તે બેન્ચ પર બેસેલો હતો, મે તેને ઓપનિંગ કરવાની ઓફર કરી. તેને કહ્યું કે તે ક્યારેય ઓપનિંગ બેટ્સમેને બનીને મેદાનમાં નથી ઉતર્યો. પરંતુ બાદમાં તેને ઓપનિંગ કરવાનો ફેંસલો કર્યો, અને શાનદાર ઇનિંગ રમી. મને લાગ્યુ કે તે ભારત માટે ઓપનિંગ કરી શકે છે.
વર્ષ 2004માં ઠોકી હતી ત્રેવડી સદી....
ઉલ્લેખનીય છે કે વર્ષ 2004માં વિરેન્દ્ર સહેવાગે પાકિસ્તાન વિરુદ્ધ ત્રેવડી સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો હતો. તેને 364 બૉલમાં 309 રનોની જોરદાર ઇનિંગ રમી. 38 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે તેને પોતાની ટેસ્ટ કેરિયરની આ પેહલી ત્રેવડી સદી ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ પહેલા કોઇપણ ભારતીય ખેલાડીએ ત્રેવડી સદી ન હતી બનાવી, ત્યાંરથી વિરેન્દ્ર સહેવાગન મુલ્તાન કા સુલ્તાન તરીકે ઓળખાવવા લાગ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
બિઝનેસ
Advertisement