શોધખોળ કરો
Advertisement
ભારતીય હોટલ અને ભોજનની ટીકા કરવી આફ્રિકાના આ સ્ટાર ક્રિકેટરને પડી ભારે, જાણો વિગતે
ડીન એલ્ગરનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ભારતીય હોટલ અને ભોજનની ટીકા કરતાં તે નજરે પડે છે. એલ્ગરે કહ્યું હતું કે આ એક પડકારજનક પ્રવાસ છે. એક વ્યક્તિ, એક ક્રિકેટરની દ્રષ્ટીએ તમારે ઘણુ શીખવાનું હોય છે.
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમની ત્રણ ટેસ્ટ સિરીઝનો ભારત પ્રવાસ ઘણો ખરાબ રહ્યો છે. આફ્રિકાની ટીમ અગાઉ બે મેચ હારી સિરીઝમાંથી બહાર થઈ ચુકી છે. ત્રીજી ટેસ્ટમાં બીજા દિવસના અંતે પ્રવાસી ટીમે 2 વિકેટના નુકસાન પર 9 રન બનાવ્યા છે. ડીન એલ્ગર ખાતું પણ ખોલાવી શક્યો નહોતો અને શમીની બોલિંગમાં વિકેટકિપર સાહાને કેચ આપી બેઠો હતો.
આ દરમિયાન ડીન એલ્ગરનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ભારતીય હોટલ અને ભોજનની ટીકા કરતાં તે નજરે પડે છે. એલ્ગરે કહ્યું હતું કે આ એક પડકારજનક પ્રવાસ છે. એક વ્યક્તિ, એક ક્રિકેટરની દ્રષ્ટીએ તમારે ઘણુ શીખવાનું હોય છે. તમે ત્યારે જ તમારી જાત વિશે સવિશેષ જાણી શકો છો કે જ્યારે તમે નાની નાની જગ્યા પર જાઓ છો, જ્યાં સારી હોટલ હોતી નથી અને ભોજનને લગતી સમસ્યા પણ હોય છે. પછી તમારે મેદાનમાં જઈને પડકારનો સામનો કરવાનો રહે છે. ભારત આવો ત્યારે તમને હંમેશા એક સારી શીખ મળે છે.
એલ્ગરનો વીડિયો વાયરલ થયા બાદ આ અંગે એક યુઝરે કહ્યું છે કે તેને રડવા માટે સારા બિસ્તરની જરૂર છે.
IND v SA: ઉમેશ યાદવની 10 બોલની ઈનિંગે સર્જયા બે વર્લ્ડ રેકોર્ડ, જાણીને રહી જશો દંગ
ગીર સોમનાથના ખેડૂતો માટે માઠા સમાચાર, મગફળી કાઢવાનું કામ ચાલુ હતું ને પડ્યો વરસાદ
ગુજરાત સરકારે 2020ની રજાઓ કરી જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement