કોણ છે શોએબ અખ્તર? ભુવનેશ્વર કુમારે 208 KMPHની ઝડપે ફેંક્યો બોલ, જાણો કેવી રીતે આ શક્ય બન્યું ?
ભારતના ઉમરાન મલિક અખ્તરના આ રેકોર્ડને તોડવા માટે દાવેદાર માનવામાં આવે છે. મલિકે આઈપીએલની આ સિઝનમાં 157 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો છે.
Bhuvneshwar Kumar: રવિવારે રાત્રે ભારત અને આયર્લેન્ડ (IND vs IRE) વચ્ચેની T20 મેચમાં, જ્યારે મેચના પ્રથમ બોલની ઝડપ 201 km/h માપવામાં આવી ત્યારે દરેકને આશ્ચર્ય થયું. આ બોલ ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે ફેંક્યો હતો. એટલું જ નહીં, આ ઓવરમાં બીજા બોલની સ્પીડ 208 કિમી પ્રતિ કલાકની અંદાજવામાં આવી હતી. સ્પીડોમીટરમાં ટેક્નિકલ ખામીના કારણે આ બોલની સ્પીડ 200થી વધુ આવી રહી હતી. આવી સ્થિતિમાં, સ્પીડોમીટરને લઈને સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ બનાવવામાં આવ્યા હતા.
ઉમરાન મલિક બોલિંગ કરી શકે તે પહેલા જ સ્પીડોમીટર કાબૂમાં ન આવતાં ક્રિકેટ ચાહકોને ઘણી મજા પડી હતી. સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકોએ ભુવનેશ્વર કુમારને વિશ્વના સૌથી ઝડપી બોલરનો ખિતાબ આપ્યો હતો. અહીં કોઈ શોએબ અખ્તરને તેના સૌથી ઝડપી બોલનો રેકોર્ડ તોડવા માટે ટ્રોલ કરી રહ્યું હતું, તો કોઈ લખી રહ્યું હતું કે ભુવનેશ્વરની સામે કોણ છે ઉમરાન મલિક અને કોણ છે શોએબ અખ્તર?
Shoaib Akhtar who? pic.twitter.com/ZHwmLSTD9m
— Karan (@karannpatelll) June 26, 2022
Shoaib Akhtar, Umran Malik who??? Bhuvi just bowled the fastest ball ever.🤣🤣 Real pic, just took ss pic.twitter.com/2wDDDJQ6gK
— Usama Kareem (@UsamaKarem2) June 26, 2022
તમને જણાવી દઈએ કે ક્રિકેટની દુનિયામાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરના નામે છે. તેણે 161.3 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી છે. ભારતના ઉમરાન મલિક અખ્તરના આ રેકોર્ડને તોડવા માટે દાવેદાર માનવામાં આવે છે. મલિકે આઈપીએલની આ સિઝનમાં 157 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો છે.
WORLD RECORD❗
— Rohit.Bishnoi (@The_kafir_boy_2) June 26, 2022
bhuvneshwar kumar delivered a ball at 201 KMPH. Fastest ball of cricket history. Sheering pace from bhuvi 🔥#IREvIND #indvsire pic.twitter.com/sz3JDz1Vzu
ટી-20 શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે
આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આયરિશ ટીમે 22 રનમાં પોતાના ત્રણ ટોપ ઓર્ડર બેટ્સમેન ગુમાવ્યા હતા. અહીંથી હેરી ટેક્ટરે 33 બોલમાં 64 રન ફટકારીને આઇરિશ ટીમને 100નો આંકડો પાર કરી દીધો હતો. વરસાદથી પ્રભાવિત 12-12 ઓવરની આ મેચમાં આયર્લેન્ડે 4 વિકેટના નુકસાને 108 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે દીપક હુડા (47), ઇશાન કિશન (26) અને હાર્દિક પંડ્યા (24)ની ઝડપી ઇનિંગને કારણે 7 વિકેટે સરળતાથી જીત મેળવી હતી.
#IREvIND
— A (@AppeFizzz) June 26, 2022
Bhuvi bowling with 208 km/h 😭😭😭 pic.twitter.com/e9pTkYT5nb