![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sports: રાષ્ટ્રીય રમત પુરસ્કારોનું એલાન, મોહમ્મદ શમી સહિત 26ને અર્જૂન એવોર્ડ, આ 2 ખેલાડીઓને ખેલ રત્ન
આ વર્ષે આપવામાં આવનારા ખેલ પુરસ્કાર માટે ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે
![Sports: રાષ્ટ્રીય રમત પુરસ્કારોનું એલાન, મોહમ્મદ શમી સહિત 26ને અર્જૂન એવોર્ડ, આ 2 ખેલાડીઓને ખેલ રત્ન Sports News: sports awards players list announced of arjuna awards khel ratna award 2023 and others, mohammed shami to chirag chandrashekhar shetty and rankireddy satwiksairaj Sports: રાષ્ટ્રીય રમત પુરસ્કારોનું એલાન, મોહમ્મદ શમી સહિત 26ને અર્જૂન એવોર્ડ, આ 2 ખેલાડીઓને ખેલ રત્ન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/20/7b462c5639dbcd816eb3e0af983802eb170307070776177_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sports News: આ વર્ષે આપવામાં આવનારા ખેલ પુરસ્કાર માટે ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી મોટો સન્માન ખેલ રત્ન એવોર્ડ બેડમિન્ટન સ્ટાર જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીને આપવામાં આવશે. જ્યારે અર્જૂન એવોર્ડ માટે સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ તમામ રાષ્ટ્રીય રમત પુરસ્કાર 9 જાન્યુઆરી 2024ના દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક મોટા કાર્યક્રમ દરમિયાન આપવામાં આવશે. રમત મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ તમામ એવોર્ડ ખેલાડીઓને રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવશે.
26 એથ્લિટ્સને આપવામાં આવશે અર્જૂન એવોર્ડ
રમત મંત્રાલયના જણાવ્યા અનુસાર આ વખતે મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જૂન એવોર્ડ આપવામાં આવશે. જ્યારે ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2023થી સન્માનિત કરવામાં આવશે. આ તમામ પુરસ્કારો આ ખેલાડીઓને તેમની રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે આપવામાં આવશે.
રમત મંત્રાલયે કહ્યું છે કે સમિતિઓની ભલામણોના આધારે અને યોગ્ય તપાસ બાદ સરકારે આ તમામ ખેલાડીઓ, કૉચ અને સંસ્થાઓને એવોર્ડ માટે પસંદ કર્યા છે. મંત્રાલયે તમામ પુરસ્કારો મેળવનાર ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓની યાદી પણ જાહેર કરી છે.
કયા ખેલાડીઓને મળશે અર્જૂન એવોર્ડ ?
ક્રમ |
રમતવીરનું નામ |
સ્પોર્ટ્સ |
1 |
શ્રી ઓજસ પ્રવિણ દેવતાલે |
તીરંદાજી |
2 |
અદિતી ગોપીચંદ સ્વામી |
તીરંદાજી |
3 |
શ્રીશંકર એમ. |
એથ્લેટિક્સ |
4 |
પારુલ ચૌધરી |
એથ્લેટિક્સ |
5 |
મોહમીદ હુસૈનુદ્દીન |
બોક્સિંગ |
6 |
આર વૈશાલી |
શતરંજ |
7 |
મોહમ્મદ શમી |
ક્રિકેટ |
8 |
અનુશ અગ્રવાલા |
ઘોડેસવારી |
9 |
દિવ્યકૃતી સિંઘ |
ઘોડેસવારી ડ્રેસેજ |
10 |
દીક્ષા ડાગર |
ગોલ્ફ |
11 |
કૃષ્ણ બહાદુર પાઠક |
હોકી |
12 |
પુખરામબામ સુશીલા ચાનુ |
હોકી |
13 |
પવન કુમાર |
કબડ્ડી |
14 |
રિતુ નેગી |
કબડ્ડી |
15 |
નસરીન |
ખો-ખો |
16 |
પિંકી |
લોન બાઉલ્સ |
17 |
ઐશ્વર્યા પ્રતાપ સિંઘ તોમર |
શૂટિંગ |
18 |
ઈશા સિંહ |
શૂટિંગ |
19 |
હરિન્દર પાલ સિંઘ સંધુ |
સ્ક્વોશ |
20 |
આયહિકા મુખર્જી |
કોષ્ટક ટેનિસ |
21 |
શ્રી સુનિલ કુમાર |
કુસ્તી |
22 |
એન્ટિમ |
કુસ્તી |
23 |
નૌરેમ રોશીબીના દેવી |
વુશુ |
24 |
શીતલ દેવી |
પેરા આર્ચરી |
25 |
ઇલુરી અજય કુમાર રેડ્ડી |
બ્લાઈન્ડ ક્રિકેટ |
26 |
પ્રાચી યાદવ |
પેરા કેનોઇંગ |
-
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)