શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પાકિસ્તાનના આ ક્રિકેટરને ફટકારાઈ 17 મહિનાની જેલની સજા? જાણો કેમ
જમશેદ પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બેન મુક્યો હતો. મૈનચેસ્ટરની ક્રાઉન કોર્ટે જમશેદ સિવાય યુસુફ અનવર અને મોહમ્મદ ઈજાજને પણ સજા ફટકારી હતી.
કરાચી: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર નાસિર જમશેદને મેચ ફિક્સિંગના આરોપમાં 17 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. 30 વર્ષના આ ખેલાડી પર 2018માં 10 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જમશેદ પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બેન મુક્યો હતો. મૈનચેસ્ટરની ક્રાઉન કોર્ટે જમશેદ સિવાય યુસુફ અનવર અને મોહમ્મદ ઈજાજને પણ સજા ફટકારી હતી.
યુસુફ અનવરને 40 મહિના અને મોહમ્મદ ઈજાજને 30 મહિનાની સજા ફટકારવામાં આવી છે. તમામ ખેલાડીઓ પાકિસ્તાનના સુપર લીગમાં પૈસા લીધા હતા અને ખરાબ પ્રદર્શન કર્યાંની વાત કબુલી પણ ચૂક્યા છે.
ગયા વર્ષે એક પોલીસ અધિકારી સટ્ટાબાજ બનીને આ ત્રણેય ખેલાડીઓને મેચ ફિક્સ કરાવનાર સાથે સંપર્ક કરાવ્યો હતો. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, જમશેદે 2016માં બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં બે વખત સ્પોટ ફિક્સિંગમાં તપાસ દરમિયાન જમશેદ, યુસુફ અનવર અને મોહમ્મદ ઈજાજની ધરપકડ કરી હતી.
શરૂઆતમાં તો આ ત્રણેય ખેલાડીએ ફિક્સિંગની વાતનો ઈન્કાર કર્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં સુનવણી દરમિયાન આ ખેલાડીઓએ પોતાનો ગુનો કબુલી લીધો હતો અને મેચ ફિક્સ કર્યાંની વાત સ્વીકારી લીધી હતી.
આ ચુકાદા બાદ જમશેદની પત્ની સમારા અફઝલે કહ્યું હતું કે, નાસિરનું ભવિષ્ય ઉજળું હતું પણ શોર્ટકટથી આગળ વધવાની ઘેલછાએ તેણે બધું જ ગુમાવી દીધું છે. નાસિરને બ્રિટેનની નાગરિકતા મળી શકતી હતી તેણે કરિયર, ઈજ્જત અને પોતાનું બધું જ ગુમાવી દીધું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion