જો કે શ્રીલંકામાં સૌથી વધુ ખરાબ સ્થિતિ કેન્ડીમાં છે. જ્યારે ભારતીય ટીમ હાલ કોલંબોમાં છે. જ્યાં આજે સાંજે શ્રીલંકા અને ભારત વચ્ચે પ્રથમ ટી-20 મુકાબલો છે.
2/4
આ ત્રિકોણીય શ્રેણીમાં ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે 6 માર્ચથી લઈને 16 માર્ચ સુધી કુલ સાત ટી-20 મેચો રમાશે. આ તમામ મેચો કોલંબોમાં રમાશે. જ્યાં તોફાન થયું છે તે વિસ્તાર કેન્ડી કોલંબો શહેરથી લગભગ 130 કિલોમીટર દૂર છે.
3/4
શ્રીલંકાના કેન્ડીમાં મુસ્લિમ અને બૌદ્ધ સિંહલા વચ્ચે જૂથ અથડામણ થઈ છે. જેના કારણે તે વિસ્તારમાં સ્થિતી ખૂબજ ગંભીર હોવાથી બન્ને સમુદાય વચ્ચે થઈ રહેલી હિંસાને જોતા શ્રીલંકાએ ઈમરંજન્સી લગાવી દીધી છે. આ ઈમરજન્સી 10 દિવસ સુધી લગાવવામાં આવી છે.
4/4
નવી દિલ્લી: આજથી શ્રીલંકામાં ત્રિકોણીઓ સીરીઝ શરૂ થઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આજે પ્રથમ ટી-20 મેચ રમાનારી છે. પરંતુ શ્રીલંકામાં વર્તમાન સ્થિતીને જોતા ટીમ ઈન્ડિયાના ચાહકો માટે ખરાબ સમચાર સામે આવ્યાં છે.