શ્રીલંકાએ 2002 બાદ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાને ટેસ્ટ સીરિઝમાં 2-0થી હાર આપી હતી. સાઉથ આફ્રિકા વતી બીજી ઈનિંગમાં ડી બ્રૂયાને 101 રનની ઈનિંગ રમી હતી.
2/4
મેચમાં હેરાથે 7 વિકેટ લીધી હતી. તેણે બીજી ઈનિંગમાં 98 રન આપીને 6 વિકેટ લીધી હતી. હેરાથે ઈનિંગમાં 34મી વખત 5 અથવા તેથી વધારે વિકેટ લીધી છે. આ મામલે શ્રીલંકાનો મુથૈયા મુરલીધરન નંબર વન છે. મુરલીધરને તેમની કેરિયર દરમિયાન 67 વખત 5 અથવા તેથી વધુ વિકેટ લીધી છે.
3/4
બે મેચની સીરિઝમાં શ્રીલંકાના સ્પિનરોએ 40માંથી 37 વિકેટ લીધી હતી. શ્રીલંકા વતી દિલરુઆન પરેરાએ 16 વિકેટ લીધી, જ્યારે આટલી જ વિકેટ સાઉથ આફ્રિકાના કેશવ મહારાજે પણ લીધી હતી. મહારાજે શ્રીલંકાની પ્રથમ ઈનિંગમાં 9 વિકેટ લીધી હતી. જે કોઈપણ વિદેશી સ્પિનર દ્વારા શ્રીલંકામાં કરેલો શ્રેષ્ઠ દેખાવ છે.
4/4
કોલંબોઃ શ્રીલંકાના સ્પિનરોએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરતાં સાઉથ આફ્રિકાને બીજી ટેસ્ટમાં 199 રનથી હાર આપીને 12 વર્ષ બાદ સીરિઝ 2-0થી તેના નામે કરી હતી. બીજી ટેસ્ટમાં એક સાઉથ આફ્રિકાની બંને ઈનિંગની મળીને 20 વિકેટ સ્પિનરોએ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટમાં 20 વિકેટ સ્પિનરોએ ઝડપી હોય તેવી આ એકમાત્ર ઘટના છે.