શોધખોળ કરો
રોહિત શર્મા અને અશ્વિનને ટીમમાં સામેલ નહીં કરવા પર કોહલી પર ભડક્યા ગવાસ્કર
વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્મા અને સ્ટાર ઓફ સ્પિનર અશ્વિનને પ્લેઈંગ ઇલેવનમાં સામેલ કર્યા નથી. જેને લઈ સુનીલ ગવાસ્કરે કોહલી પર સવાલ ઉઠાવ્યા છે.
નવી દિલ્હી: વેસ્ટ ઇન્ડિઝ સામે રમાઈ રહેલી ટેસ્ટમાં કેપ્ટન વિરાટ કોહલીએ રોહિત શર્મા અને સ્ટાર ઓફ સ્પિનર અશ્વિનને પ્લેઈંગ ઇલેવનમાં સામેલ કર્યા નથી. જેને લઈ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગવાસ્કરે કોહલી પર સવાલ ઉઠાવ્યા છે. આ મેચમાં રવિન્દ્ર જાડેજાને એકમાત્ર સ્પિનર તરીકે સામેલ કર્યો છે.
ગવાસ્કરે કહ્યું કે, “હું ટીમની પસંદગીકારોથી હેરાન છું. એક ખેલાડી જેનું શાનદાર પ્રદર્શન છે, ખાસ કરીને વેસ્ટ ઈન્ડિઝ સામે, તેને પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન આપ્યું નથી. આ ખૂબજ ચોંકાવનારો નિર્ણય છે. હું હેરાન છું.”
રોહિત શર્માને લઈ ગવાસ્કરે ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે વર્લ્ડકપ 2019માં 5 સદી ફટકારનાર રોહિતના અનુભવને જોતા તેમને ટેસ્ટ ટીમમાં સામેલ કર્યો છે પરંતુ મેદાન પર ઉતરવાની તક આપવામાં આવી નથી તે ખૂબ જ ચોંકાવનારું છે. ગવાસ્કરે કહ્યું કે રોહિતને રમાડવો જ નથી તો ટીમમાં કેમ સામેલ કર્યો ?
ઉલ્લેખનીય છે કે 32 વર્ષીય સ્ટાર ઓફ સ્પિનર અશ્વિન વેસ્ટ ઇન્ડિઝ સામે શાનદાર રેકોર્ડ ધરાવે છે. તેમણે પોતાના કેરિયર દરમિયાન વેસ્ટ ઇન્ડિઝ સામે 11 ટેસ્ટમાં 21 ઇનિગમાં 60 વિકેટ ઝપડી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
દેશ
Advertisement