શોધખોળ કરો
Advertisement
ગાવસ્કરે પસંદ કરી ભારત-પાકિસ્તાનની ટેસ્ટ પ્લેઇંગ ઇલેવન, જાણો કયા-કયા ખેલાડીને મળ્યું સ્થાન
ટેસ્ટ ક્રિકેટમાં ધ વોલ ગણાતા રાહુલ દ્રવિડ અને ભારતના મહાન સ્પિનર અનિલ કુંબલેને ગાવસ્કેર ટીમમાં સ્થાન આપ્યું નથી.
નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાનમાં ભારત-પાકિસ્તાનની હરિફાઈ જગજાહેર છે. બંને ટીમો વચ્ચે ટક્કરની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. ભારત પાસે હંમેશાથી શાનદાર બેટ્સમેન રહ્યા છે, જ્યારે પાકિસ્તાનના બોલિંગ આક્રમણ પર નજર હોય છે. આ દરમિયાન ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે બંને દેશો વચ્ચેની એક પ્લેઇંગ ઇલેવન બનાવી છે. જેમાં તેમણે ખુદને સ્થાન આપ્યું નથી. આ ઉપરાંત ધ વોલ ગણાતા રાહુલ દ્રવિડ અને ભારતના મહાન સ્પિનર અનિલ કુંબલેને પણ સ્થાન આપ્યું નથી.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી પહેલા 10 હજાર રન બનાવનારા બેટ્સમેન ગાવસ્કરે લાંબા સમય સુધી પાકિસ્તાન સામે ક્રિકેટ રમ્યા અને નિવૃત્તિ પછી બંને ટીમ વચ્ચે થયેલા અનેક મુકાબલામાં કોમેન્ટ્રી પણ કરી છે. ગાવસ્કરે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર રમીઝ રાજા સાથે સોની ટેન ચેનલના ટોક શો પિટ સ્ટોપ દરમિયાન ટીમની જાહેરાત કરી હતી.
ટીમ અંગે વાત કરતાં ગાવસ્કરે કહ્યું, મને ખબર નથી કે આ ટીમ ક્યારેય રમી શકત કે નહીં પરંતુ ડ્રેસિંગ રૂમમાં ખૂબ હસી મજાક થતી હોત. આ ટીમને ડ્રેસિંગ રૂમમાંથી બહાર કાઢવી મુશ્કેલ હોત. ક્રિકેટ ઈતિહાસના સૌથી શ્રેષ્ઠ ઓપનરમાં સામેલ ગાવસ્કરે ખુદને ટીમમાં સામેલ કર્યા નથી અને ભારતના વિસ્ફોટક ઓપનર સેહવાગને ટીમનો ઓપનર બનાવ્યો હતો. સેહવાગની સાથે તેમણે હનીફ મોહમ્મદને ઓપનર બનાવ્યો છે.
ટીમમાં ગાવસ્કરે બંને ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર અને વર્લ્ડકપ વિજેતા કેપ્ટન કપિલ દેવ અને ઈમરાન ખાનને પણ સામેલ કર્યા છે. જ્યારે વસીમ અક્રમને ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર ગણાવ્યો છે.
ગાવસ્કરની ભારત-પાકિસ્તાન ટેસ્ટ પ્લેઇંગ ઇલેવન
વીરેન્દ્ર સેહવાગ, હનીફ મોહમ્મદ, ઝહીર અબ્બાસ, સચિન તેંડુલકર, ગુડપ્પા વિશ્વનાથ, કપિલ દેવ, ઈમરાન ખાન, સૈયદ કિરમાણી, વસીમ અક્રમ, અબ્દુલ કાદિર અને ભગવદ ચંદ્રશેખર.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement