શોધખોળ કરો
BCCIને વધુ એક ફટકો, સુપ્રીમ કોર્ટે લોઢા કમિટીની ભલામણોની વિરુદ્ધ રિવ્યૂ પિટિશન નકારી

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને સુપ્રિમ કોર્ટેથી વધુ એક મોટો ફટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે લોઢા કમિટીની ભલામણોને સાચી કહેવા બદલ કોર્ટના નિર્ણયનો રિવ્યૂ કરવા માટે આપવામાં આવેલી બીસીસીઆઇની પુનર્વિચાર અરજીને નકારી દીઘી છે. આ પહેલા સોમવારે લોઢા સમિતિની ભલામણોને લાગૂ કરવા માટે સર્વોચ્ય અદાલતે ફરી એક વખત બીસીસીઆઇને ફટકો આપ્યો હતો. બીસીસીઆઇ અધ્યક્ષ અનુરાગ ઠાકુર પણ સોમવારે આઇસીસી પાસેથી ભલામણની ચિઠ્ઠી માંગને લઇને દેશની ટોચની અદાલતને સ્પષ્ટતા કરતાં રહ્યા હતા. અનુરાગે સોમવારે આ બાબતની સૂનાવણી દરમિયાન આ આરોપને નકાર્યો છે કે બોર્ડે નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનું પ્રતિનિધિ નિયુક્ત કરવા પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદથી એના બોર્ડના કામોમાં સરકારી દખલ બતાવવા વાળી ચિઠ્ઠી મોકલવા માટે કહ્યું હતું.
વધુ વાંચો





















