Swiss Open 2023: સાત્વિક-ચિરાગ બન્યા ચેમ્પીયન, ફાઇનલમાં ચીની જોડીને આપી માત
સાત્વિક અને ચિરાગે ચીની જોડીને સીધા સેટોમાં 21-19 અને 24-22 થી માત આપી છે.
![Swiss Open 2023: સાત્વિક-ચિરાગ બન્યા ચેમ્પીયન, ફાઇનલમાં ચીની જોડીને આપી માત Swiss Open 2023: Satwiksairaj Rankireddy and Chirag Shetty win doubles Super 300 title know details Swiss Open 2023: સાત્વિક-ચિરાગ બન્યા ચેમ્પીયન, ફાઇનલમાં ચીની જોડીને આપી માત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/26/cc716c8916d71ce7ee1aa10c81746365167982820909377_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Swiss Open 2023: ભારતના સાત્વિકસાઇરાજ રન્કિરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ સ્વિસ ઓપનનમાં પુરુષ યુગલનો ખિતાબ જીતી લીધો છે. ફાઇનલમાં ભારતીય જોડીએ ચીનના ટેન્ગ ક્વિયાન અને રેન યૂ જિયાંગની જોડીને માત આપી છે. સાત્વિક અને ચિરાગે ચીની જોડીને સીધા સેટોમાં 21-19 અને 24-22 થી માત આપી છે. સ્વિસ ઓપન સુપર સીરીઝ 300 બેડમિન્ટર ટૂર્નામેન્ટમાં પુરુષ યુગલના ખિતાબી મુકાબલામાં ભારતીય જોડી શરૂઆતથી જ શાનદાર લયમાં હતી. સાત્વિક-ચિરાગે પહેલી ગેમ 21-19ની નજીક અંતરથી પોતાના નામે કરી, પરંતુ બીજી ગેમમાં બન્ને જોડીઓની વચ્ચે કાંટાની ટક્કર થઇ. જોકે, જોડીએ અંતમાં 24-22 ના અંતરથી ગેમ જીતી અને ખિતાબ પણ પોતાના નામે કરી લીધો હતો.
આ ટૂર્નામેન્ટમાં સાત્વિક અને ચિરાગે દરેક મેચમાં પુરેપુરી મહેનત બાદ જીત હાંસલ કરી છે. આ પહેલા ભારતીય જોડીએ જેપે બે અને લેસે મૉલ્હેડેની ડેનમાર્કની જોડીને 54 મિનીટ ચાલેલી મેચમાં 15-21, 21-11, 21-14 થી હરાવ્યુ હતુ, વળી, ક્વાર્ટર ફાઇનલમાં પણ સાત્વિક -ચિરાગે 84 મિનીટ સુધી સ્ટ્રૉન્ગ મેચ રમાઇ હતી.
આ ટૂર્નામેન્ટમા ભારતના બાકી ખેલાડીઓ પહેલાથી જ બહાર થઇ ગયા હતા, મહિલા એકલમાં પીવી સિન્ધૂ અને પુરુષ એકલમાં એચ એસ પ્રણય, લક્ષ્ય સેન, કિદામ્બી શ્રીકાન્ત, મિથુન મંજૂનાથ પોત પોતાની મેચ હારીને બહાર થઇ ગયા હતા. આવામાં આ જોડી જ ભારત તરફથી એકમાત્ર પડકાર આપી રહી હતી, અને આ બન્નેએ ચેમ્પીયન બન્યા બાદ જ રાહતનો શ્વાસ લીધો છે.
WPL ફાઇનલમાં કેવી હશે દિલ્હી અને મુંબઇની પ્લેઇંગ-11 અને કોણુ પલડુ રહેશે ભારે ?
MI-W vs DC-W Match Prediction: વૂમન્સ પ્રીમિયર લીગ પોતાના છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયુ છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ આજે (26 જુલાઇ, રવિવારે) મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે સાંજે 7:30 વાગે બેબ્રૉન સ્ટેડિયમ, મુંબઇમાં રમાશે. બન્ને ટીમો WPL ની પહેલો ખિતાબ જીતવા માટે કોઇ કસર છોડશે નહીં. જાણો આજે કોણ મારશે બાજી....
ટૂર્નામેન્ટમાં કેવો રહ્યો બન્ને સફર -
ટૂર્નામેન્ટની લીગ મેચોમાં તમામ ટીમો એકબીજા સામે 2-2 મેચ રમી ચૂકી છે. આવામાં હરમન પ્રીત કૌરની આગેવાની વાળી મુંબઇ ઇન્ડિયન્સ અને મેગ લેનિંગની કેપ્ટનશીપ વાળી દિલ્હી કપિટલ્સ આમને સામને આવી છે. મુંબઇ વિરુદ્ધ દિલ્હીની પહેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે 8 વિકેટથી જીત પોતાના નામે કરી હતી. વળી, બીજી ટક્કરમાં દિલ્હી કેપિટલ્સે 9 વિકેટથી બાજી મારી હતી. લીગ મેચોમાં બન્નેની મેચો જોતા કોઇ એકને વિજેતા કહેવુ આસાન નથી. આવામાં ફાઇનલ મેચમાં જોરદાર ટક્કર જોવા મળી શકે છે.
આવી હોઇ શકે છે બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન -
ખિતાબી મેચો માટે બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવનની વાત કરીએ તો મેગ લેનિંગની કેપ્ટનશીપ વાળી દિલ્હી કેપિટલ્સે ટૂર્નામેન્ટ શાનદાર પ્રદર્શન કર્યુ છે. આવામાં દિલ્હી પોતાની છેલ્લી પ્લેઇંગ ઇલેવન કૉમ્બિનેશનને યથાવત રાખવા માંગશે. વળી, મુંબઇ ઇન્ડિયન્સની વાત કરીએ તો તેને પોતાની છેલ્લી મેચ (એલિમિનેટર)માં યૂપી વૉરિયર્સને 72 રનોથી હાર આપી હતી. આવામાં પોતાની તે જ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરવાનું પસંદ કરશે.
આજની ફાઇનલ મેચ માટે બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
દિલ્હી કેપિટલ્સની સંભવિત ટીમ -
મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, એલિસ કેમ્સે, જેમિમા રૉડ્રિગ્ઝ, મારિજાને કેપ, તાનિયા ભાટિયા (વિકેટકીપર), જેસ જોનાસેન, રાધા યાદવ, અરુંધતિ રેડ્ડી, શિખા પાન્ડે, પૂનમ યાદવ.
મુંબઇ ઇન્ડિયન્સની સંભવિત ટીમ -
હરમન પ્રીત કૌર (કેપ્ટન), હેલે મેથ્યૂઝ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નેટ સિવર બ્રન્ટ, મેલી કેર, પૂજા વસ્ત્રાકર, ઇસ્સી વૉન્ગ, અમનજોત કૌર, હુમેરા કાજી, જિન્તિમાની કલિતા, સાયકા ઇશાક.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)