શોધખોળ કરો
Advertisement
ક્રિસ ગેલની તોફાની બેટિંગ, માત્ર સિક્સ-ફોરની મદદથી 12 બોલમાં ફટકારી અડધી સદી
ગેલ 22 બોલમાં 84 રન બનાવી અણનમ રહ્યો હતો. પોતાની ઈનિંગ દરમિયાન તેણે 6 ફોર અને 9 સિક્સ ફટકારી હતી.
નવી દિલ્હી : વેસ્ટઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ ફરી એકવાર તોફાની બેટિંગ કરતો જોવા મળ્યો હતો. ટી10 લીગમાં અબુ ધાબી ટીમ તરફથી રમી રહેલા ક્રિસ ગેલે 12 બોલમાં ચોગ્ગા અને છગ્ગાની મદદથી 50 રન ફટકાર્યા હતા. ગેલે આ 12 બોલમાં પાંચ સિક્સ અને પાંચ ફોર ફટકારી હતી.
ગેલ ઓવરના પ્રથમ બે બોલ ડોટ રમ્યા હતા તેના બાદ 10 બોલમાં 50 રન ફટકાર્યા હતા. 12 બોલમાં બે વખત પચાસ રન બનાવનાર ગેલ દુનિયાનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. આ પહેલા ગેલે બીબીએલ મેલબર્ન રેનેગડ્સ તરફથી રમતી વખતે 12 બોલમા અડધી સદી ફટકારી હતી. યુવરાજે આ કારનામું 2007 માં ટી20 વર્લ્ડકપ દરમિયાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ કર્યું હતું.
ટી10 લીગ 2021ની 20મી મેચ મરાઠા અરેબિયન્સ અને ટીમ અબૂ ધાબી વચ્ચે રમાઈ હતી. મરાઠા અરેબિયન્સે પ્રથમ બેટિંગ કરતા 10 ઓવરમાં ચાર વિકેટે 97 રન બનાવ્યા હતા. તેના જવાબમાં અબુ ધાબીએ 5.3 ઓવરમાંજ એક વિકેટ ગુમાવી 100 રન બનાવી જીત મેળવી લીધી હતી. ગેલે સિક્સ ફટકારીને ટીમને જીત અપાવી હતી અને 22 બોલમાં 84 રન બનાવી અણનમ રહ્યો હતો. પોતાની ઈનિંગ દરમિયાન ગેલે 6 ફોર અને 9 સિક્સ ફટકારી હતી.
ટી20 ક્રિકેટની વાત કરીએ તો યુવરાજ સિંહ, ક્રિસ ગેલ અને હજરતુલ્લા જજઈ એવા બેટ્સમેન છે જેમણે 12 બોલમાં પચાસ રન બનાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement