સિંધીઝ ટીમના કેપ્ટન શેન વોટ્સનનr 42 રનની ઈનિંગ વડે 6 વિકેટ પર 94 રન બનાવ્યા હતા. મેચ જીતવા 95 રનનો ટાર્ગેટ હાંસલ કરવા ઉતરેલી રાજપૂતની ટીમે માત્ર 17 મિનિટમાં 4 ઓવરમાં વિના વિકેટે 96 રન બનાવી મેચ જીતી લીધી હતી.
2/5
વિસ્ફોટક ઈનિંગ દરમિયાન શેહઝાદ એક પણ ડોટ બોલ રમ્યો નહોતો અને માત્ર બે જ સિંગલ લીધા હતા. તેની અણનમ 74 રનની ઈનિંગ દરમિયાન રાજપૂતે સિંધીઝ પર 10 વિકેટથી શાનદાર જીત મેળવી હતી.
3/5
દુબઈઃ અફઘાનિસ્તાનના મોહમ્મદ શેહઝાદે બુધવારે દુબઈમાં રમાયેલી T-10 લીગમાં માત્ર 12 બોલમાં જ અડધી સદી ફટકારી હતી. શેહઝાદે કુલ 16 બોલનો સામનો કરીને આઠ છગ્ગા અને છ ચોગ્ગાની મદદથી 74 રન બનાવ્યા હતા.
4/5
અફાઘાનિસ્તાનના બેટ્સમેને એશિયા કપમાં ભારત સામે પણ સદી ફટકારી હતી. ભારત આ મેચ જીતી શક્યું નહોતું અને ટાઇ પરિણામ આવ્યું હતું.
5/5
સિંધીઝની ટીમમાં બ્રેડન મેક્કુલમે પણ અણનમ 21 રન બનાવ્યા હતા. રાજપૂત તરફથી મુનાફ પટેલે ત્રણ વિકેટ લીધી હતી. T20 ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ ટીમ ઈન્ડિયાના આક્રમક બેટ્સમેન યુવરાજ સિંહના નામે છે. તેણે 2007ના T20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામે 12 બોલમાં અડધી સદી ફટકારી હતી. ક્રિસે ગેલ પણ 12 બોલમાં ફિફ્ટી ફટકારી ચુક્યો છે.