(Source: ECI/ABP News/ABP Majha)
આજે ઔપચારિકતા પુરી કરવા મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા, કિવીઓએ ગઇકાલે જ રોળી નાંખ્યુ કોહલીનુ સેમિ ફાઇનલ રમવાનુ સપનુ, જાણો વિગતે
પૉઇન્ટ ટેબલ પર નજર કરીએ તો ભારતીય ટીમ 4 મેચમાંથી બે જીત સાથે 4 પૉઇન્ટ ધરાવે છે, જ્યારે નામિબિયા 4 મેચમાં એક જીત સાથે માત્ર 2 પૉઇન્ટ જ મેળવી શક્યુ છે,
નવી દિલ્હીઃ આજે ભારત અને નામિબિયા વચ્ચે આઇસીસી ટી20 વર્લ્ડકપની મેચ રમાશે, આજની મેચ ભારતીય ટીમ માટે ખાસ મહત્વની નથી પરંતુ માત્ર ઔપચારિક રહી ગઇછે. ગઇકાલે રમાયેલી અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ન્યૂઝીલેન્ડને જીત મળતાની સાથે જ ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપની સેમિ ફાઇનલની રેસમાંથી બહાર ફેંકાઇ ગયુ છે. હાલમાં પૉઇન્ટ ટેબલ પર નજર કરીએ તો ભારતીય ટીમ 4 મેચમાંથી બે જીત સાથે 4 પૉઇન્ટ ધરાવે છે, જ્યારે નામિબિયા 4 મેચમાં એક જીત સાથે માત્ર 2 પૉઇન્ટ જ મેળવી શક્યુ છે, આથી આજની મેચ બન્ને ટીમો માટે માત્ર ઔપચારિક જ છે.
આજે સાંજે 7.30 વાગે દુબઇના સ્ટેડિયમમાં ભારત અને નામિબયા વચ્ચે મેચ રમાશે, વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા ટૂર્નામેન્ટમાં શરૂઆતની બન્ને મેચો પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે હારી જતાં સમિ ફાઇનલની રેસમાંથી લગભગ બહાર થઇ ગયુ હતુ, જોકે બાદમાં અફઘાનિસ્તાન અને સ્કૉટલેન્ડ સામે સારી રમત રમીને નેટ રનરેટ સારી કરી હતી, પરંતુ હવે આ પ્રયાસ પણ નકામો સાબિત થયો છે, ગઇકાલની મેચમાં જો અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી દેતુ તો ભારતીય ટીમ માટે આજની નામિબિયા સામેની મેચ મહત્વની રહેતી.
સેમિ ફાઇનલ મેચ
આગામી દિવસોમાં સેમિ ફાઇનલ મેચો રમાશે, જેમાંથી પ્રથમ સેમિ ફાઇનલ મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે, જે 10 નવેમ્બરે છે, જ્યારે બીજી સેમિ ફાઇનલ મેચ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે, જે 11 નવેમ્બરે છે. આ પછી બે સુપર ટીમો 14મી નવેમ્બરે 2021ના દિવસે સાંજે 7.30 વાગે આઇસીસી ટી20 વર્લ્ડકપ પર કબજો જમાવવા મેદાનમાં ઉતરશે, અને ત્યારબાદ એક નવુ ટી20 ચેમ્પિયન મળશે.
ભારત ટી-20 વર્લ્ડ કપમાંથી ફેંકાયું બહાર
ન્યુઝીલેન્ડનો અફઘાનિસ્તાન સામે 8 વિકેટે શાનદાર વિજય થયો છે. આ સાથે ભારતનું ટી-20 વર્લ્ડકપનું સપનું રોળાયું છે. અફઘાનિસ્તાન સામે ન્યુઝીલેન્ડનો વિજય થતાં જ ભારત વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું છે. ભારતના ગ્રૂપ 2માંથી પાકિસ્તાન અને ન્યુઝિલેન્ડ સેમિફાઇનલમાં ગયા છે.
નોંધનીય છે કે, અફઘાનિસ્તાને પહેલો દાવ લીધો હતો અને ન્યુઝીલેન્ડને 124 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ન્યુઝીલેન્ડે ખૂબ જ સરળતાથી ચેઝ કરી લીધો હતો. ન્યુઝીલેન્ડે 19મી ઓવરે અફઘાનિસ્તાને આપેલો ટાર્ગેટ ખૂબ જ આશાનીથી પૂરો કરી લીધો હતો.