વિન્ડીઝ-સાઉથ આફ્રિકા મેચ શરૂ થતાં પહેલાં બંને ટીમના ખેલાડી કેમ ગોઠણભેર બેઠા ? ક્યા ખેલાડીએ ઈન્કાર કરતાં ના રમાડાયો ?
સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ મેચ પહેલા ટૉસમાં કહ્યું- તેને પર્સનલ કારણોસર આ મેચ ના રમવાનો ફેંસલો કર્યો છે. ડી કૉક ભૂતકાળમાં પણ ઘૂંટણ ટેકવાનો ઇનકાર કરી દીધો હતો
T20 World Cup 2021: ક્વિન્ટૉન ડી કૉક (Quinton de Kock) ચર્ચામાં છે. સાઉથ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ડી કૉકે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ બધાને ચોંકાવતા પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ. ડી કૉક બ્લેક લાઇવ્સ મેટર મૂવમેન્ટના સપોર્ટમાં ગોઠણભેર બેસવા માટે તૈયાર ન હતો. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ આ ખબરની પુષ્ટી કરી છે. ઉલ્લેખનીય છે કે, ક્વિન્ટૉન ડી કૉક સાઉથ આફ્રિકાની ટીમનો સૌથી મહત્ત્વનો બેટ્સમેન છે અને તે ફુલ ફોર્મમાં પણ છે. જ્યારે તે પ્લેઈંગ-11થી બહાર થયો તો કેપ્ટન તેંબા બાઉમાને ટોસ સમયે પૂછવામાં આવ્યું કે આવું કેમ? બઉમાનો જવાબ ચોંકાવનારો હતો. તેને કહ્યું કે ડિકૉક પર્સનલ રીઝનને કારણે ટીમમાંથી બહાર છે. રીઝન એવું છે, જેમાં અમે દરમિયાનગીરી ન કરી શકીએ.
ડી કૉકે કેમ આવ્યુ કર્યુ તેના પર સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ મેચ પહેલા ટૉસમાં કહ્યું- તેને પર્સનલ કારણોસર આ મેચ ના રમવાનો ફેંસલો કર્યો છે. ડી કૉક ભૂતકાળમાં પણ ઘૂંટણ ટેકવાનો ઇનકાર કરી દીધો હતો, અને પોતાના પર્સનલ મતમાં કહ્યું હતુ કે આ બધુ પર્સનલ ફેંસલો હોય છે. કોઇને કંઇપણ કરવા માટે મજબૂર નથી કરી શકાતુ. આ રીતની વસ્તુઓને જોઉં છું. આ પર્સનલ રીઝનની કડી ગત મેચ સાથે જોડતાં સાઉથ આફ્રિકા ક્રિકેટના 52 વર્ષ જૂના ઈતિહાસ સુધી જાય છે. હકીકતમાં સાઉથ આફ્રિકાની ટીમમાં 52 વર્ષ જૂનો કાળા-ધોળાનો જીન જાગી ગયો છે.
આ મૂવમેન્ટની હકીકત એવી છે કે, અમેરિકામાં જ્યોર્જ ફ્લોઈડ એક શ્વેત પોલીસકર્મીના હાથે માર્યો ગયો હતો. આ પછી વિશ્વભરમાં બ્લેક લાઈવ્સ મેટર મૂવમેન્ટ ચાલી રહી છે. આ મુદ્દે પણ સાઉથ આફ્રિકા બે ભાગમાં વહેંચાયેલું જોવા મળ્યું. આ કારણોસર કેટલાક ખેલાડી મેચ પહેલાં ગોઠણ પર બેસીને આ મૂવમેન્ટને સપોર્ટ આપી રહ્યા છે. તો કેટલાક ખેલાડી (મોટા ભાગે શ્વેત) ઘૂંટણ પર બેસવાનો ઈનકાર કરી રહ્યા છે.
ક્વિન્ટૉન ડી કૉકને આવુ કરવાને લઇને ફેન્સ રિએક્ટ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું-આ એક ખેલાડી પર નિર્ભર છે કે તે BLM માટે ઘૂંટણ ટકેવા ઇચ્છે કે નહીં. આમ કરવા માટે મજબૂર નથી કરી શકાતુ. બીજા યૂઝરે લખ્યું- તાત્કાલિક અસરથી ખુદને ક્વિન્ટૉન ડી કૉકથી અલગ કરી રહ્યાં છું. સોશ્યલ મીડિયા પર યૂઝર્સ એકબાજુ ક્વિન્ટૉન ડી કૉકને સપોર્ટ કરી રહ્યાં છે તો બીજી બાજુ કેટલાક લોકો તેનો જોરદાર વિરોધ કરી રહ્યાં છે.