શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને ભલે હરાવ્યું પણ છે એક નબળાઈ, જે પડી શકે છે ભારે, જાણો વિગતે

ભારતે મેચમાં શાનદાર જીત મેળવી હોવા છતાં ટીમ ઈન્ડિયાની એક નબળાઈ આ મેચમાં સામે આવી હતી. જો ભારત તેની આ નબળાઈ જલદીથી દૂર નહીં કરે તો આગામી મેચ અને અન્ય ટીમો સામે રમાનારી ટેસ્ટ શ્રેણીમાં પરિણામ ભોગવવું પડશે.

નવી દિલ્હીઃ ભારતે ત્રણ ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં વિશખાપટ્ટનમ ખાતે દક્ષિણ આફ્રિકાને 203 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે 1-0ની લીડ મેળવી લીધી છે. ચોથા દાવમાં 395 રનનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકા 191 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારત માટે મોહમ્મદ શમીએ 5, રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ, મોહમ્મદ શમીએ 3 વિકેટ અને રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ લીધી હતી. સીરિઝની બીજી મેચ 10 ઓક્ટોબરના રોજ પુણેમાં રમાશે. ભારતે મેચમાં શાનદાર જીત મેળવી હોવા છતાં ટીમ ઈન્ડિયાની એક નબળાઈ આ મેચમાં સામે આવી હતી. જો ભારત તેની આ નબળાઈ જલદીથી દૂર નહીં કરે તો આગામી મેચ અને અન્ય ટીમો સામે રમાનારી ટેસ્ટ શ્રેણીમાં પરિણામ ભોગવવું પડશે. ટીમ ઈન્ડિયાએ મેચની ચોથી ઈનિંગમાં દક્ષિણ આફ્રિકાની 70 રનમાં 8 વિકેટ ઝડપી લીધી હતી અને મેચ ઝડપથી જીતી જશે તેમ લાગતું હતું, પરંતુ હરીફ ટીમના પૂંછડીયા બેટ્સમેનોએ છેલ્લી બે વિકેટ દ્વારા 121 રન ઉમેર્યા હતા અને ભારતની જીતની રાહ લંબાઈ હતી. ટીમ ઈન્ડિયાના બોલર્સ વિરોધી ટીમના ઓપનર્સ અને મિડલ ઓર્ડરને સસ્તામાં આઉટ કરી દે છે પરંતુ લોઅર મિડલ ઓર્ડરના બેટ્સમેનો ભારતીય બોલર્સને મચક આપતા નથી. જેના કારણે ઘણીવાર ભારત વિરોધી ટીમ પર દબાણ બનાવી શકતું નથી. ભૂતકાળમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ભારતની આ નબળાઈ સામે આવી ચુકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget